________________
. (૧૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર. દિશાઓમાં સ્થાપન કરે છે તેથી ચાર મુખપણું થાય. ૯ ચૈત્ય વૃક્ષ ૧૦ કાંટા નીચા મુખવાળા રહે. ૧૧ વૃક્ષે નમ્ર થાય. ૧૨ ઉંચે સ્વરે દુંદુભિને નાદ થાય. ૧૩ વાયુ અનુકૂળ વાય. ૧૪ સારા શકુને જમણી બાજુ ચાલે. ૧૫ સુગંધી જળની વૃષ્ટિ. ૧૬ પંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ. ૧૭ કેશ, દાઢીમૂછ અને નખ વૃદ્ધિ પામે નહીં. ૧૮ પ્રભુની પાસે ઓછામાં ઓછા ચાર નિકાયના દેવે એક કરોડ હોય, તથા ૧૯ ઋતુઓ અને ઇંદ્રિયોના વિષયે અનુકૂળપણે વત. આ પ્રમાણે આ ઓગણેશ અતિશયે દેવોના કરેલા હોય છે. સર્વ મળીને ચેત્રીશ અતિશયો જિનેશ્વરને હોય છે. ૫-૮.