________________
(૧૬૬) ' સુભાષિત-પદ્ય-રત્નાકર.
૭. ભામંડલ દેલ્લુરુમાં યુગલીઓ થયા. ૮. હનુમાનજી મોક્ષે ગયા. ૯. લક્ષમણજીને ૨૫૦ પુત્રો હતા અને તે બધાએ દીક્ષા
લીધી હતી. ૧૦. લવણ ( લવ) અને અંકુશ મેક્ષે ગયા. ૧૧. રામચંદ્રજીની સાથે ૧૬૦૦૦ રાજાઓએ તથા ૩૭૦૦૦ - સ્ત્રીઓએ દીક્ષા લીધી. ૧૨. માઘ સુદિ ૧૨ ની રાત્રિના છેલ્લા પહરે રામભદ્રજીને
(રામચંદ્રજીને) કેવળજ્ઞાન થયું. સર્વજ્ઞ પણે પચીસ વર્ષ રહ્યા. ૧૩. દશરથના પુત્ર ભરતે એક હજાર રાજાઓની સાથે દીક્ષા
લીધી અને તે મોક્ષે ગયા. ૧૪. ભરતની માતા કૈકેયી પણ દીક્ષા લઈ મોક્ષે ગયાં. ૧૫. સીતાએ ૬૦ વર્ષ ઉગ્ર તપ કર્યું અને ૩૩ દિવસનું અણસણ
કરીને ૨૨ સાગરોપમના આયુષ્યવાળા અચુતેન્દ્ર થયા. ૧૬. સીતાનો જીવ અગ્યતેન્દ્રથી અવીને ભરતક્ષેત્રમાં સર્વરત્નમતિ
નામના ચક્રવતપણે થશે, ત્યારે રાવણ અને લક્ષ્મણના જીવો દેવ તથા મનુષ્યના મળીને આઠ ભ કરીને નવમે ભવે ઉપર્યુક્ત ચક્રવતીના ઈન્દ્રાયુધ અને મેઘરથ નામના પુત્ર થશે. પછી સર્વરત્નમતિ ચકવતી દીક્ષા લઈને વૈજયન્ત વિમાનમાં જશે. ઈન્દ્રાયુધ (રાવણ) ને જીવ ત્રણ ભવ કરીને તીર્થકરનામત્ર બાંધીને ત્રીજે ભવે તીર્થકર