________________
( ૧૨૧ )
गन्धधूपाक्षतैः स्रग्भिः, प्रदीपैर्बलिवारिभिः । પ્રયાનાથ છેઃ પૂના, વિષેયા શ્રીલિનેશિતુઃ ॥ ? ||
પૂજા–પ્રકરણ.
ગન્ધ ( ચંદનાદિ ), ધૂપ, અક્ષત ( ચેાખા ), પુષ્પની માળા, દીપક, નૈવેદ્ય, પાણી અને શ્રેષ્ઠ ફળેાથી શ્રીજિનેશ્વર પ્રભુની પૂજા કરવી જોઇએ. ૧૪.
शान्तौ श्वेतं जये श्यामं भद्रे रक्तं भये हरित् । पीतं ध्यानादिकलाभे, पञ्चवर्णं तु सिद्धये
॥ મ્॥
શાંતિ માટે સફેદ, જય માટે કાળા, કલ્યાણ માટે રાતા, ભયમાં લીલેા, ધ્યાન વગેરેના લાભ માટે પીળેા અને મંત્રાદ્મિની સિદ્ધિ કરવા માટે અથવા મુક્તિને માટે એ પાંચે વણુ મિશ્રિત કહેલ છે. અર્થાત્ જે જે કાર્યો માટે જે જે રગ કહ્યા છે, તે તે રંગન! પુષ્પોથી પૂજા કરવી, પૂજા વખતે તે તે વર્ણનાં વસ્ત્રો પહેરવાં અને તે તે રંગની માળા ગણવી. ૧૫.
खण्डिते सन्धिते छिने, रक्ते रौद्रे च वाससि । दानपूजा तपोहोमसन्ध्यादि निष्फलं भवेत् ॥ १६ ॥
તૂટેલુ, સાંધેલું, છેદાયેલુ, ખરાબ રીતે રંગેલું અને ભયજનક–અતિ ખરાબ વસ્ત્ર પહેરીને દાન, પૂજા, તપ, હામ અને સન્ધ્યા વગેરે કરવાથી તે બધું નિષ્ફળ થાય છે. ૧૬.
पद्मासनसमासीनो नासाग्रन्यस्तलोचनः ।
मौनी वस्त्रावृतास्योऽयं पूजां कुर्याजिनेशितुः ॥ १७ ॥ જિનેશ્વર પ્રભુની પૂજા કરનારે પદ્માસનને વિષે સ્થિત