________________
(૧૨૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. રહીને, નાકના અગ્ર ભાગપર દષ્ટિ રાખીને, માનપણે તથા વસ્ત્રથી મુખને ઢાંકીને પૂજા કરવી. ૧૭.
स्नानं विलेपनविभूषणपुष्पवास
धूपप्रदीपफलतन्दुलपत्रपूगैः । नैवेद्यवारिवसनैश्चमरातपत्र
वादित्रगीतनटनस्तुतिकोशवृद्ध्या ૨૮ છે ૧ પંચામૃતથી સ્નાન કરાવવું, ૨ ચંદન, બરાસ વગેરેથી વિલેપન કરવું, ૩ આભૂષણ, ૪ પુષ, ૫ વાસ, ૬ ધૂપ, ૭ દીપ, ૮ ફળ, ૯ અક્ષત, ૧૦ પત્ર (નાગરવેલનાં પાન), ૧૧ પૂગ (સોપારી વગેરે), ૧૨ નૈવેદ્ય, ૧૩ જલ, ૧૪ વસ્ત્ર, ૧૫ ચામર, ૧૬ છત્ર, ૧૭ વાજિંત્ર, ૧૮ ગીત, ૧૯ નૃત્ય, ૨૦ સ્તુતિ, અને ૨૧ કોશની વૃદ્ધિ અર્થાત્ દ્રવ્ય-નાણાંવડે, એમ એકવીશ પ્રકારે પૂજા કહેલી છે. ૧૮.
इत्येकविंशतिविधा जिनराजपूजा,
ख्याता सुरासुरगणेन कृता सदैव । खण्डीकृता कुमतिभिः कलिकालयोगाद् __ यद्य यत् प्रियं तदिह भाववशेन योज्यम् ॥१९॥ એમ જિનેશ્વર પ્રભુની એકવીસ પ્રકારની પૂજા હમેશાં દે અને અસુરોએ કરેલી પ્રસિદ્ધ છે પણ કલિયુગના સમયયોગથી દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યએ તેને ખંડિત કરેલ છે. પરંતુ જે જે પ્રિય વસ્તુ હોય તે તે ભાવવશ થઈને–ભાવ પ્રમાણે પૂજાની અંદર જોડવી-વાપરવી. ૧૯.