________________
( ૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
-
- મધ્યાહ્ન-પરે પુષ્પવડે અને સંધ્યાકાળે ધૂપ અને દીપક વડે પૂજા કરવી, ભગવાનના ડાબા હાથ તરફ ધૂપધાણું રાખવું અને સનમુખમાં અગ્રપૂજા કરવી. ૧૦.
अर्हतो दक्षिणे भागे, दीपस्य विनिवेशनम् । ध्यानं च दक्षिणे भागे, चैत्यानां वन्दनं तथा ॥११॥
અરિહંત પ્રભુની જમણી બાજુએ દીપકને મૂકો અને જમણી બાજુએ ધ્યાન અને ચૈત્યવંદન વિગેરે કરવું. ૧૧. हस्तात् प्रस्खलितं क्षितौ निपतितं लग्नं क्वचित् पादयो
यन्मू/र्द्धगतं धृतं कुवसनै भेरधो यद्धृतम् । स्पृष्टं दुष्टजनैर्घनैरभिहतं यद् दूषितं कीटकै
स्ताज्यं तत् कुसुमं दलं फलमथो भक्तैर्जिनप्रीतये ॥१२॥
ભક્ત મનુષ્યોએ પ્રભુની પૂજા કરતાં જે પુષ્પ, પત્ર અથવા ફળ હાથથી પડી ગયું હોય, જમીન ઉપર પડ્યું હોય, પગે કદાચ અડી ગયું હોય, મસ્તકથી ઉચે ગયું હોય, ખરાબ વસ્ત્રોમાં રાખેલું હોય, નાભિથી નીચેના ભાગ વડે ધારણ કરાયું હોય, દુષ્ટમલિન મનુષ્યવડે સ્પર્શ કરાએલું હોય, વરસાદથી ખંડિત થયેલું હોય અને કીડાઓથી દૂષિત હોય તેને છેડી દેવું જોઈએ. ૧૨.
नैकपुष्पं द्विधा कुर्यान छिन्द्यात् कलिकामपि । चम्पकोत्पलभेदेन, भवेद् दोषो विशेषतः ॥१३ ॥
એક પુષ્પને તેડીને બે ભાગ ન કરવા, અને કળિઓને પણ ન તોડવી. ખાસ કરીને ચમ્પક પુષ્પ અને કમળને તોડીને વિભાગ કરવાથી વિશેષ દોષ લાગે છે. ૧૩.