________________
( ૧૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
વાળા અને લોકને વિષે ઉત્તમ એવા અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ–આ શરણભૂત ચારનું સ્મરણ કર્યું. ૬. સિદ્ધ શરણ–
ध्यानाग्निदग्धकर्माणस्तेजोरूपा अनश्वराः । अनन्तकेवलज्ञानाः, सिद्धाश्च शरणं मम
fa૦ ૦ . ૨૦, ૨૦, ૪ ૨, શ્લોક ૩૨૬. જેમણે ધ્યાનરૂપી અગ્નિવડે સર્વ કર્મ બાળી નાંખ્યા છે, જેઓનું રૂપ તેજોમય છે, જેઓ કદાપિ નાશ પામતા નથી, તથા જેઓને અનંત કેવળજ્ઞાન હોય છે, તેવા સિદ્ધો મારું શરણ છે. ૭.
स्फुटं च जगदालम्ब !, नाथेदं ते निवेद्यते । नास्तीह शरणं लोके, भगवन्तं विमुच्य मे ॥८॥
જગતના આધારભૂત હે પ્રભુ! આ હું ખરેખર સાચું જ કહું છું કે આ સંસારમાં આપને છોડીને મને બીજું કઈ શરણ નથી. ૮.
त्वां प्रपद्यामहे नाथं त्वां स्तुमस्त्वामुपास्महे । त्वत्तो हि न परस्त्राता, किं ब्रूमः १ किमु कुर्महे ॥९॥
વીરરસ્તોત્ર, 5૦ ૬, ૧. હે નાથ ! અમે આપને સ્વામિ તરીકે અંગીકાર કરીએ છીએ, આપની સ્તુતિ કરીએ છીએ, આપની ઉપાસના-સેવા