________________
જિન-પૂજા-વિધિ.
( હેલ્પ) ત્રિકાલ પૂજા
नवभिस्तिलकैः पूजा, करणीया निरन्तरम् । प्रभाते प्रथमं वासपूजा कार्या विचक्षणैः | 3 ||
विवेकविलास, प्रथमोल्लास, श्लो० ९२. હમેશા નવ તિલકવડે જિનપ્રતિમાની પૂજા કરવી, વિધિના જાણકાર પુરુષોએ પ્રભાત કાળમાં પ્રથમ વાસપૂજા કરવી. ૯.
मध्याह्न कुसुमैः पूजा, सन्ध्यायां धूपदीपतः । વતો રાજે માળે, વિવસ્થાથ નિવેશન |૨૦ ||
વિવવિદ્યાસ, પ્રથમોટ્ટાર, શો, ૧૩. - બપોરે સુગંધી કુલથી જિનપ્રતિમાની પૂજા કરવી, અને સંધ્યાકાળે ધૂપ-દીપથી પૂજા કરવી. જિનપ્રતિમાની જમણી બાજુએ દવે રાખો. ૧૦.
वामांशे धूपदहनमग्रपूजा तु सम्मुखम् । ध्यानं तु दक्षिणे भागे, चैत्यानां वन्दनं तथा ॥ ११ ॥
विवेकविलास, प्रथमोलास, श्लो० ९४. ભગવાનની ડાબી બાજુએ ધૂપ ધાણું મૂકવું. નૈવેદ્ય ફળ આદિથી અગ્રપૂજા ભગવાનની સન્મુખ કરવી અને ધ્યાન તથા ચૈત્યવંદન ભગવાનની જમણી બાજુએ રહીને કરવું ૧૧.