________________
જિન-પૂજા-વિધિ.
( ૯૩ )
પવિત્ર થઇ ઘરમાં રાખેલા દેવને પુષ્પ, નૈવેદ્ય અને સ્તૂત્ર વડે પૂજી યથાશક્તિ પચ્ચક્ખાણુ કરી દેવગૃહ પ્રત્યે–ગામના ચૈત્ય પ્રત્યે જવું. ૩.
प्रविश्य विधिना तत्र त्रिः प्रदक्षिणयेजिनम् । पुष्पादिभिस्तमभ्यर्च्य स्तवनैरुत्तमैः स्तुयात्
|| ૪ ||
योगशास्त्र, प्रकाश ३, श्लो० १२३.
તે જિનચૈત્યને વિષે વિધિપૂર્વક પ્રવેશ કરીને જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરવી, પછી પુષ્પાદિકવડે તેમની પૂજા કરીને ઉત્તમ સ્તવનેાવડે તેની સ્તુતિ કરવી. ૪.
પુષ્પ પૂજા—
संसारपारगं वीतरागं मुक्तिसुखप्रदम् । चम्पकादिसद्यस्ककुसुमैः पूजयेत् बुधः
॥ ૧॥
સંસારના પારને પામેલા તેમજ મુક્તિના સુખને આપવા વાળા એવા શ્રીમાન્ વીતરાગ ભગવાનની તેજ દિવસના સુગધિત તથા પ્રફુલ્લિત ચંપકાદિક વિવિધ પ્રકારના પુષ્પવડે કરીને પંડિત પુરુષ પૂજા કરે. તે જ દિવસના પ્રફુલ્લિત વિવિધ પ્રકારના પુષ્પાવર્ડ કરી જૈને પરમાત્માની પૂજા કરે, પરંતુ અપવિત્ર, નિગ ધ, મલીન, તેમજ કીડાએએ ખાધેલાં પુષ્પાવર્ડ પૂજા કરવાને માટે શાસ્ત્રકાર નિષેધ કરે છે, માટે તેવા પ્રકારનાં અપવિત્ર પુષ્પા પૂજાર્દિક કર્તવ્યાને વિષે વાપરવાં નહિ. પ.