________________
વાવ
(૭૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર. રાગ અને દ્વેષને જિતનારા ( અપાયાપગમાતિશય), સમસ્ત વસ્તુના જાણકાર (જ્ઞાનાતિશય), દેવતાઓના સ્વામી ઈન્દ્રવડે પૂજાએલા (પૂજાતિશય), વાણીના સ્વામી (વચનાતિશય) એવા તીર્થ–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ ચતુવિધ સંઘના સ્થાપનાર શ્રી તીર્થંકર પ્રભુને હું સમરણમાં લાવું છું. ૪૮.
जितसम्मोहः सर्वज्ञः, यथावस्थितदेशकः। .: त्रैलोक्यमहितः स्वामिन् !, वीतराग! नमोऽस्तु ते ॥४९॥
વર્ષ ૨૦, a , ઋોવરૂ રૂ. (૧૦ વિ. ધં) મેહને જિતનાર, સર્વ વસ્તુના જાણકાર, વસ્તુની વાસ્તવિકતાને કહેનાર, ત્રણ લેકથી પૂજાએલા અને રાગ વિનાના હે સ્વામી ! તમને નમસ્કાર થાઓ. ૪૯.
मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् ।। ज्ञातारं विश्ववस्तूनां वन्दे तद्गुणलब्धये ॥ ५० ॥
પરીક્ષામુ, સો. ૨. મોક્ષ માર્ગના નાયક, કર્મરૂપી પર્વતોને ભેદનાર અને સમગ્ર વસ્તુને જાણનાર એવા જિતેંદ્રને તેમના ગુણ પ્રાપ્ત કરવા માટે હું વાંદું છું. ૫૦.