________________
અનુપૂતિ-શ્લોકો
( ૧૪૨૧ )
तूर्य बह्मवतं नाम, परमब्रह्मकारणम् । शौचानां परमं शोचं, तपसां च परं तपः ॥ ६ ॥
હિન્દુશાસપરમ બ્રહ્મના કારણભૂત એવું ચોથું બ્રહ્મચર્ય નામનું વ્રત પવિત્રમાં પવિત્ર અને સર્વશ્રેષ્ઠ તપ છે. ૬.
एकरात्रमपि प्रायेणाजिलब्रह्मचारिणः । पुराणमतिभिः पुण्यमुच्यते विगतोपमम् ॥ ७॥
હિન્દુશાસ્ત્ર. પ્રયત્ન પૂર્વક એક રાત જેટલું બ્રહ્મચર્ય પાળવામાં પણ પુરાણકારોએ નિરૂપમ પુણ્ય કહ્યું છે. ૭. न दुष्करं दुष्करकार्यसाधनं, न दुष्करं दुष्करकष्टमर्षणम् । वहनौ प्रवेशोऽपि न दुष्करः स्मृतो ब्रह्मवतं दुष्करदुष्करं त्वहो॥८॥
પાયામાહા, ૦ ૩૭. મહાન કઠીન એવા કાર્યને કરી લેવું તે દુષ્કર નથી, અસહ્ય–ભયંકર એવાં કષ્ટોને સહવાં તે દુષ્કર-સુશ્કેલ નથી. તથા બળતી આગમાં પ્રવેશ કરે તે પણ દુષ્કર નથી,(આ બધું સહેલું છે, પણ બ્રહ્મચર્ય વ્રતને મન, વચન તથા શુદ્ધ શરીરથી પાળવું તે દુષ્કરમાં દુષ્કર-કઠીનમાં કઠીન કાર્ય છે. ૮. બ્રહ્મચર્ય નાશનાં કારણે रूपं च तारुण्यमृदुत्वसौख्य-मेकान्तवासोऽप्यवकाशहास्ये । शृङ्गारचेष्टाश्च गरिष्ठभोजः, प्रायो नृणां ब्रह्मविनाशकानि ॥९॥
मुनि हिमांशुविजय.