________________
(૧૧૫૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
દ્રવ્યલાભનું શુકન --
गच्छतां च यदा श्वानः, कर्णौ कण्डूयते पुनः । द्रव्यलामं विजानीयान्महत्त्वं च प्रजायते ॥६॥ (સારા કામને માટે ઘેરથી નીકળીને) જતાં માર્ગમાં જો કૂતરે પિતાના બન્ને કાનને ખજવાળતું હોય તે દ્રવ્યને તથા પ્રતિષ્ઠાને લાભ થશે એમ જાણવું. ૬. પક્ષીનું શુભ અશુભ શુકન –
गतिस्तारा स्वरो वामो दुर्गायाः शुभदः स्मृतः । विपरीतः प्रवेशे तु, स एवाभीष्टदायकः ॥ ७ ॥
સાયનસૂત્ર રીક્ષા (માસિક), પૃ. ૩૬. દુર્ગા નામની પક્ષિણી, ઉતાવળી ગતિ કરતી જોવામાં આવે અને ડાબી બાજુએ તેને સ્વર સાંભળવામાં આવે, તે તે શુભ ફળને આપનાર કહ્યાં છે. અને તેનાથી વિપરીત એટલે જમણી બાજુએ તેને સ્વર સાંભળવામાં આવે તે પ્રવેશને વિષે તે વાંછિતને દેવાવાળે છે–શુભ છે. ૭.