________________
ANKA KIER
આના ( ૪ )
PAMADAX
:
ઉત્તમ, મધ્યમ, અધમ આજીવિકાઃ-
उत्तमा बुद्धिकर्माणः, करकर्मा च मध्यमः । अधमाः पाद कर्माणः, शिरः कर्माऽधमाधमः ॥ १॥
શ્રાદ્ધવિધિ, પૃ૦ ૮૭, ( આમ્મા. સ.)*
બુદ્ધિથી કાર્ય કરનારા પુરુષા ( અધિકારીએ ) ઉત્તમ છે, હાથથી કાર્ય કરનાર (લેખકેા) મધ્યમ પુરુષ છે, પગથી કમ કરના-૫ (કાસદીયા) અધમ પુરુષો છે અને મસ્તકથી કર્મ કરનારા-મજૂર અધમાધમ છે. ૧.
આજીવિકા માટે શું નથી કરાતું
अस्य दग्धोदरस्यार्थे, किं न कुर्वन्ति पण्डिताः ? | वानरीमित्र वाग्देवीं, नर्तयन्ति गृहे गृहे । २ ॥
-
આ બળેલા-અધમ ઉદરને માટે થઇને પંડિતે શું નથી કરતા ? કેમકે તેઓ પેાતાની સરસ્વતીને વાનરીની જેમ ઘેર ઘેર નચાવે છે. ૨.