________________
( ૧૯૬૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
વિચાર યુક્ત, પોતાના કહેવાના આશયને બતાવનારું, સકારણ, ટુંકુ, પોતાના કાર્યને પાર પાડનારું, મીઠું, અભિમાન વગરનું અને બુદ્ધિયુક્ત (એવું વાકય) બલવું જોઈએ. ૫.
उकः सप्रतिमो ब्रूयात, सभायां सूनृतं वचः । अनुल्लण्ठमदैन्यं च, सार्थकं हृदयङ्गमम् ॥ ६ ॥
विवेकविलास, उल्लास ८, श्लो० ३१३. સભામાં કંઈ પૂછવામાં આવે ત્યારે સાચું, મધુર, સરળ, દીનતા વગરનું, અર્થ યુક્ત અને હૃદયને અસર કરે એવું વાકય બોલવું જોઈએ. ૬.
उदारं विकथोन्मुक्तं, गम्भीरमुचितं स्थिरम् । अपशब्दोज्झितं लोकमर्मास्पर्शि सदा वदेत् ॥ ७॥
विवेकविलास, उल्लास ८, श्लो० ३१४. ઉદાર-સારા અર્થવાળું, વિકથા રહિત, ગભીરતાવાળું, ઉચિત, સ્થિરતાવાળું, અપશબ્દ રહિત અને લેકના મર્મને પર્શ કરનારું ન હોય, એવું વચન સદા બોલવું એગ્ય છે. ૭.
सम्बद्धं शुद्धसंस्कार, सत्यानृतमनाहतम् । स्पष्टार्थ मार्दवोपेतमहसंश्च वदेद्वचः ॥ ८ ॥
विवेकविलास. उल्लास ८, श्लो० ३१५. પૂર્વાપર સંબંધવાળું, શુદ્ધ સંસ્કારવાળું ( વ્યાકરણના દેષ રહિત), સત્ય-પ્રાણુઓને હિતકારક, અનુત-સાચું, અનાહત-કેઈથી ખંડન ન થાય તેવું, પ્રગટ અર્થવાળું અને કમળતાયુક્ત એવું વચન હાંસી કર્યા વિના બેલવું જોઈએ. ૮