________________
( ૯૯૪) - સુભાષિત-પદ્ય-રત્નાકર તેમાં કન્યાના પિતાદિકને દોષ નથી. કન્યાના ભાગ્યને દેષ છે એમ જાણવું. ) ૨.
वपुर्वशो वयो वित्तं, विद्याविधिविदग्धता । विवेको विनयश्चेति, वरे सप्त गुणा अमी ॥ ३ ॥
સારું શરીર, ઉત્તમ વંશ, યુવાન વય, ધન, વિદ્યાની વિધિમાં ચતુરાઈ ( અથવા વિદ્યામાં અને કાર્ય કરવામાં ચતુરાઈ), વિવેક અને વિનયઃ આ સાત ગુણો વરને વિષે જેવા જોઈએ. (અથવા વર એટલે ઉત્તમ પુરુષને વિષે આ સાત ગુણ રહેલા હોય છે એ પણ સામાન્ય અર્થ થઈ શકે છે.) ૩. પતિસેવા-ફળ
न व्रतैनोंपवासैश्च, धर्मेण विविधेन च। नारी स्वर्गमवाप्नोति, प्राप्नोति पतिपूजनात् ॥ ४ ॥
શક્તિ, ૦ , ૦૮ સ્ત્રીઓ ત્રત કરવાથી, ઉપવાસવર્ડ કે વિવિધ પ્રકારની ધર્મક્રિયા વડે સ્વર્ગને પામતી નથી; માત્ર એક પતિની જ સેવા કરવાથી સ્વર્ગને પામે છે. (અહીં વ્રત એટલે યમનિયમ જાણવાં ). ૪.
न सा भार्येति वक्तव्या, यस्या भर्ता न तुम्यति । तुष्टे भर्तरि नारीणां, सन्तुष्टाः सर्वदेवताः ॥५॥
હતોશ, વિરામ, ૦ ૨૧૭. જે સ્ત્રીને પતિ (તેનાથી) પ્રસન્ન ન થતું હોય તેને પત્ની ન કહેવી, કેમકે જે પતિ પ્રસન્ન થાય તે (તે સ્ત્રી ઉપર) બધા દેવતા તુષ્ટમાન થયા સમજવા. ૫.