________________
સુપાત્ર
( ૮ ) ભાવનાએ કરીને સહિત હોય અને તત્વાર્થમાં જ ચિત્તને સ્થાપન કરનારા હોય, તેવા ઉત્તમ પુરુષે જ દાતારને સુપાત્રરૂપ છે. ૩. स्वाध्यायोत्थं योनिमन्तं प्रशान्तं, तानस्थं पापभीरं बहुज्ञम् । स्त्रीषु क्षान्तं धार्मिकंगोशरण्यं, वृत्तैः क्षान्तं तादृशं पात्रमाहुः॥४॥
વગત, ૪૦ ૮, ૨૮. જે સ્વાધ્યાય કરીને ઊઠેલે હય, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયે હોય, અતિ શાંત હોય, યજ્ઞના અગ્નિની પૂજા કરતે હોય, પાપથી ભય પામતે હોય, ઘણા જ્ઞાનવાળો હોય, સ્ત્રીઓને વિષે ક્ષમા રાખતું હોય, ધર્મક્રિયામાં તત્પર હોય, ગાયનું રક્ષણ કરતા હોય અને આચાર પાળવામાં સમર્થ હોય તે પાત્ર કહેવાય છે. ૪. સુપાત્રના પ્રકાર --
स्थावरं जङ्गमं चेति, सत्पात्रं द्विविधं मतं । स्थावरं तत्र पुण्याय, प्रासादप्रतिमादिकम् । ५॥ ज्ञानाधिकं तपःक्षाम, निर्मम निरहङ्कृतिम् ।
स्वाध्यायब्रह्मचर्यादियुक्तं पात्रं तु जङ्गमम् ॥ ६ ॥ ૩રહેશતાવિળી, કૃ૦ રૂડ, કો૨૪, ૨૫* (જ. . .)
સ્થાવર અને જંગમ એમ બે પ્રકારનું પાત્ર કહેલું છે. તેમાં મંદિર, મૂર્તિ વગેરે સ્થાવર પાત્ર અને જ્ઞાની, તપસ્વી, નિસ્પૃહ, નિરભિમાની, અભ્યાસી અને બ્રહાચારી એ જંગમ પાત્ર પુણ્યજનક છે. ૫, ૬.