________________
સુભાષિત—મદ્ય–રત્નાકર.
( ૧૨ )
અધ્યાત્મ વગર નકામુંઃ—
अध्यात्मवर्जितैर्ध्यानैः, शास्त्रस्यैः फलमस्ति न । भवेन्नहि फलैस्तृप्तिः, पानीयप्रतिबिम्बितैः ॥ ७ ॥
विवेकविलास, उल्लास ११, श्लो० ३५.
અધ્યાત્મ રહિત કેવળ શાસ્ત્ર સંબંધી ધ્યાન કરવાથી કાંઈ પણ ફળ મળતુ નથી. જેમકે પાણીમાં પ્રતિબિંષિત થયેલા ફ્ળાવડે કાંઇ પણ તૃપ્તિ થતી નથી. ૭.
हतं हा ! शास्त्रविशारदत्वमनर्थहेतुश्च वचःपटुत्वम् । विज्ञानवेत्तृत्वमपार्थकं च, नास्वादितोऽध्यात्मसुधारसश्वेत् ॥८॥
જો અધ્યાત્મરૂપી અમૃત રસના આસ્વાદ કર્યો ન હેાય તે હા હા ! ખેદની વાત છે કે–તેની શાસ્ત્ર સંબંધી વિદ્વત્તા હણાઈ ગઇ, તેના વચનની ચતુરાઇ અનનુ કારણ છે, અને તેનુ વિજ્ઞાન( વિશેષ જ્ઞાન અથવા કળા )નું જાણવાપણુ નિરર્થક છે. ૮.
અધ્યાત્મનું ફળ—
येषामध्यात्मशास्त्रार्थतत्त्वं परिणतं हृदि । कषायविषयावेशक्लेशस्तेषां न कर्हिचित् ॥९॥
અધ્યાત્મસાર, પ્રબંધ ૨, અે ૪.
જેઓના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થનું તત્ત્વ વસેલુ હાય છે તેગ્માને કષાય અને વિષયના આવેશનું કષ્ટ કદી પણ થતું નથી. ૯.