________________
ધર્મ.
( ૧૭ ).
જૈનધર્મની શ્રદ્ધા— जिनधर्मविनिर्मुक्तो मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः॥९१॥
ચોરાણ, g૦ ૨૬, ૦ ૨૪૨. (. .) હું જૈનધર્મથી રહિત ચક્રવતી પણ ન થાઉં, અને જૈનધર્મથી યુક્ત એ દાસ અને દરિદ્ર પણ થાઉં, તે સારું છે. ૯૧. જૈનધર્મને સારजिनशासनस्य सारो जीवदया निग्रहः कषायाणाम् । साधर्मिकवात्सल्यं, भक्तिश्च तथा जिनेन्द्राणाम् ॥ ९२ ॥
धर्मविन्दु. સર્વ પર દયા રાખવી, ક્રોધાદિક કષાયને નિગ્રહ કરે, સાધર્મિકનું વાત્સલ્ય કરવું, અને જિનેની ભક્તિ કરવી: આ જિનશાસનને સાર-તત્વ–છે. ૯૨. જૈનધર્મની દુર્લભતા
जैनो धर्मो दयामूलो जन्म सुश्रावके कुले । गुरूणां पादमक्तिश्च, विना पुण्यं न प्राप्यते ॥ ९३॥ દયામય જૈનધર્મ, સારા શ્રાવકના કુળમાં જન્મ અને ગુરૂના ચરણની ભક્તિ આ સર્વ પુણ્ય વિના મળી શક્તાં નથી. ૯૩.