________________
આમ, ચાર શરણાનો સ્વીકાર, સ્વકૃત દુષ્કતની નિંદા અને સુકૃતની અનુમોદના, મોક્ષના અભિલાષી ભવ્ય જીવોએ હંમેશા આચરવા જોઈએ.
જ્યારે જ્યારે ચાર શરણવિગેરેનો સ્વીકાર વિગેરે કરીએ ત્યારે અત્યંત શુદ્ધ અને મક્કમ પ્રણિધાન = સંકલ્પ પણ કરવો જોઈએ. “અરિહંત આદિના શરણનો સ્વીકાર જ મારા પાપોદનું સાધન છે, આ શરણ સ્વીકાર મારામાં એકરસ બની રહો.” આવો મનોભાવ સુપ્રણિધાન છે. તેની બેહદ જરૂર છે કેમકે જેટલું પ્રણિધાન દઢ અને નિર્મળ એટલી જ ફળની ઉત્તમ નિષ્પત્તિ થાય છે.
ચારશરણનો સ્વીકાર, દુષ્કત નિંદા અને સુકૃત અનુમોદના ક્યારે ક્યારે કરવા? જ્યારે જ્યારે રાગ-દ્વેષનાં તીવ્ર સંવેદનો ચિત્તમાં જાગે ત્યારે ત્યારે તત્કાળ આ ત્રણેનો અમલ કરવો ! સ્વીકારેલાં વ્રતો મહાવ્રતો માટે જો અરતિ જાગી જાય તો તે પણ તીવ્ર કોટિનો સંક્લેશ છે માટે જ્યારે જ્યારે સ્વીકારેલાં વ્રતો-મહાવ્રતોમાં અરતિ ઉત્પન્ન થાય ત્યારે ત્યારે સાધુએ પણ ચાર શરણ સ્વીકારવા જોઈએ. દુષ્કૃત ગઈ કરવી જોઈએ. સુકૃત અનુમોદના કરવી જોઈએ.
સંક્લેશ જાગે ત્યારે વારંવાર શરણ સ્વીકારવાં અને જયારે સંક્લેશનો ઉપર કહ્યો છે તે મુજબનો પરિણામ ન જાગતો હોય ત્યારે પણ ત્રણ સંધ્યાએ એટલે કે સવારે, મધ્યાહૅ અને સૂતાં પહેલાં એમ ત્રણ વાર તો અવશ્ય આ કાર્ય અદા કરવું જોઈએ. * મૂલમ્
जावज्जीवं मे भगवंतो परमतिलोगणाहा अणुत्तरपुण्णसंभारा खीणरागदोसमोहा अचिंतचिंतामणी भवजलहिपोया एगंतसरण्णा अरहंता सरणं ।
થી જોઈએ,
28
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।