SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાધિ જેવું છે. તેમાં લાગુ પડેલાં દોષોને સમ્યક્ પુરુષાર્થ દ્વારા નિર્મૂળ કરી શકાય છે અને એ રીતે તેને ગુણોની વધુ ને વધુ નિષ્પત્તિ માટે પરિપક્વ બનાવી શકાય છે. ચારશરણનો સ્વીકાર, દુષ્કૃતની નિંદા અને સુકૃતની અનુમોદના, આ ત્રણે બાબતો આવો જ સમ્યક્ પુરુષાર્થ છે જે તથાભવ્યત્વને પરિપક્વ બનાવી આપનાર છે. તથાભવ્યત્વના પરિપાકના ત્રણ સાધનો : તથાભવ્યત્વના પરિપાકનું પહેલું સાધન ચારશરણનો સ્વીકાર, બીજું સાધન પોતે કરેલાં દુષ્કૃતની નિંદા અને ત્રીજું સાધન અન્ય જીવોએ આચરેલાં સુકૃતોની અનુમોદના કરવી તે છે. દુષ્કૃતોની નિંદાના મુદ્દામાં એ ધ્યાનમાં લેવું જોઈએ કે અન્યત્ર પૂ. પૂર્વાચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ જ સૂત્રની ટીકામાં સ્પષ્ટ કર્યું છે ઃ પોતે કરેલાં દુષ્કૃતની જ નિંદા કરવાની છે. પરકૃત દુષ્કૃતને નિંદાનો વિષય બનાવવાનો નથી. વધુમાં, આ જ મહાપુરુષે ઉમેર્યું છે કે સુકૃત અનુમોદના કોની કરવી ? સ્વકૃત - પરકૃત સુકૃતની અનુમોદના કરવી. પારકાંએ જે સુકૃત કર્યા તેની અનુમોદના કરવાથી આપણને શો લાભ થાય ? ચોક્કસ લાભ થાય કેમકે પુન્ય બંધ અને પાપ ક્ષય બંને ત્રણ-ત્રણ રીતે થનારા પરિબળો છે. (૧) કરવાથી (૨) કરાવવાથી (૩) અનુમોદનાથી... પારકાંએ કરેલાં સુકૃતની અનુમોદના કરવાથી પણ પોતાના આત્મામાં પડેલો સુકૃતનો વિરોધી પાપપરિણામ નબળો પડે છે માટે આવી અનુમોદના કરવી જ જોઈએ. 1271 प्रथमं पापप्रतीघात - गुणबीजाधानसूत्रम् ।
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy