________________
કારણ છે. હવે આપણે તથાભવ્યત્વને સમજીએ. તથાભવ્યત્વને સમજવા માટે પહેલાં ભવ્યત્વને સમજવું પડે.
મોક્ષમાં જઈ શકવા માટેની જે સ્વાભાવિક લાયકાત તેનું નામ ભવ્યત્વ. આ ભવ્યત્વ “અનાદિપારિણામિકભાવ' છે એટલે કે ભવ્યજીવોમાં અનાદિકાળથી રહેલો મૂળભૂત સ્વભાવ છે.
આવા ભવ્યત્વનો એટલે કે ભવ્યજીવોની મોક્ષગમન સંબંધી લાયકાતનો ચોક્કસ પ્રકાર એટલે તથાભવ્યત્વ.
તથાભવ્યત્વનો પરિપાક પાપકર્મના વિલયનું કારણ છે. તથાભવ્યત્વનો પરિપાક એ પાપવિચ્છેદનું મુખ્ય કારણ છે એ જેમ સ્વીકારીએ છીએ તેમ ત્યાં તે પણ સ્વીકારવું રહ્યું કે ગૌણ કારણ તરીકે કાળ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ પણ રહેલાં છે.
ક્યારેક ગૌણ કારણો સક્રિય થઈને મુખ્ય કારણને પણ સક્રિય કરે છે અને એ રીતે સક્રિય થયેલાં મુખ્ય કારણ દ્વારા કાર્યની નિષ્પત્તિ થાય છે.
પાપકર્મનો વિચ્છેદ કરનારા મુખ્ય કારણ સ્વરૂપ તથાભવ્યત્વને જો પરિપક્વ બનાવવું હોય તો તે માટે પુરુષાર્થ નામના કારણને સક્રિય કરવું જોઈએ. શાસ્ત્રવિહિત રીતે કરેલો પુરુષાર્થ તથાભવ્યત્વને પરિપક્વ બનાવવામાં અવશ્ય પોતાનો ફાળો આપે છે. • તથાભવ્યત્વ સાધ્યવ્યાધિ જેવું છે ?
જેમ કોઈ વ્યક્તિને રોગ લાગુ પડ્યો હોય, તે રોગ ઉત્પન્ન થયો અશાતા વેદનીય કર્મના લીધે એ તો સાચું જ છે તેમ છતાં રોગ જો હજુ સાધ્યકક્ષાનો છે તો ઔષધસેવનનો પુરુષાર્થ કરીને તે રોગનો વિચ્છેદ કરી શકાય છે. કંઈક એવું જ તથાભવ્યત્વનું છે. તથાભવ્યત્વ સાધ્યકક્ષાના
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
26