________________
હવે, અહીં કોઈ એવી દલીલ કરે કે જે પદાર્થની અપેક્ષા છે તેમાં ઉત્સુકતાનું દુઃખ તો તે પદાર્થ મળે નહીં ત્યાં સુધી છે, અપેક્ષિત પદાર્થ મળી ગયાં પછી તો દુઃખ નહીં જ રહે ને ? તો પછી અપેક્ષા ને દુઃખ કેમ કહો છો ?
આ દલીલનો જવાબ તે છે કે અપેક્ષિત પદાર્થની પ્રાપ્તિ થયાં પછી પણ દુઃખ તો યથાવત્ રહે છે, ઉત્સુકતાનું દુ:ખ નહીં રહે તો પદાર્થ નાશ પામી જશે તો ? તેવા ભયનું દુઃખ ઉપસ્થિત થશે. માટે અપેક્ષા એ આનંદનો વિપક્ષ છે તેવું કથન સાચું જ છે.
સંયોગો સ્વાભાવિક રીતે વિયોગનું કારણ છે. સંયોગોનો સ્વભાવ જ તેવો છે કે તે અવશ્ય અંતને પામે. સંયોગો જ્યારે અવશ્ય વિયોગપરિણામી છે ત્યારે સાંયોગિક આનંદમાં સુખ માનવું નિષ્ફળ છે કેમ કે તે આનંદનો વિનિપાત નિયત જ છે.
આમ, સાંયોગિક ફળ વિનિપાત પરક હોવાથી નિષ્ફળ છે. અહીં એવો પ્રશ્ન થઈ શકે કે જો સંયોગજન્ય આનંદ સફળ નથી તો તેવો સંયોગજ આનંદ બહુમતિ જીવોને આકર્ષણ કેમ કરે છે ? માન્ય કેમ છે ? તેનો જવાબ તે છે કે બહુમતી જીવો મોહના પ્રકૃષ્ટ ઉદયને વશ બનેલાં હોવાથી અબુધ છે, તત્ત્વ-અતત્ત્વના પરિણામને સમજનારાં નથી તેથી તેમને જે સંયોગનિત સુખ સુખ છે જ નહીં, તેનો આદર કરવાનું મન થાય છે.
મોહનું તો કાર્ય જ તે છે ને ? કે વસ્તુતત્ત્વના વિવેકમાં વિપર્યય પેદા કરવો. સામાન્યથી પણ મોહનું કાર્ય વિપર્યય પેદા કરવાનું છે. બહુમતી જીવો આ મોહના અંધાપાના કારણે જ જે સાંયોગિક આનંદ દુઃખરૂપ જ છે તેને સુખરૂપ માની રહ્યાં છે. આ તેમનો વિપર્યાસ છે. આ વિપર્યાસ એવો છે કે તે સાનુબંધ પણે પ્રવર્તે છે અને એથી
पञ्चमं प्रव्रज्याफलसूत्रम् ।
171