________________
જ અનંતકાળ સુધી વિરમતો નથી. એથીસ્તો તીર્થંકર ભગવંતે મોહને પ્રધાનકોટીનો અંતરંગ શત્રુ કહ્યો છે.
આગમનું તેવું વચન છે કે અજ્ઞાનથી મોટો બીજો કોઈ શત્રુ નથી. આ શત્રુ એવો છે કે તેને આધીન બનેલો આત્મા સુક્રિયાને પણ અનર્થકારી બનાવી દે છે.
સિદ્ધભગવંતોનો આકાશ સાથે સંયોગ કેમ નહીં ?
હવે, અહીં વિપક્ષ એવો પ્રતિતર્ક કરે છે કે જો તમારા મત પ્રમાણે સંયોગ દુષ્ટ જ છે તો સિદ્ધ ભગવંતનો આકાશ સાથેનો સંયોગ કેમ દુષ્ટ માનતા નથી ?
જવાબ : સિદ્ધ ભગવંતોનો આકાશ સાથે સંયોગ છે જ નહીં. તેઓ આકાશના આધારે મોક્ષમાં નથી રહ્યાં પરંતુ ત્યાં સ્વભાવમાં અવસ્થિત રહ્યાં છે.
પ્રશ્ન : જો સિદ્ધ ભગવંતો આકાશમાં આકાશના આધારે નથી રહ્યાં તો શેના આધાર પર ત્યાં રહ્યાં છે ?
જવાબ : કર્મક્ષયના કારણે તેમનો જે વિશુદ્ધ સ્વભાવ પ્રગટ થયો છે તે જ તેવો છે કે તેઓ ત્યાં રહે.
પ્રશ્ન : આકાશના આધાર વગર તેઓ આકાશમાં રહે આ તો વાત જ તર્કરહિત છે !
જવાબ : ના, તર્કરહિત આ અભિપ્રાય નથી. આ મત તર્કસંગત છે કેમકે જગતને આધાર આપનાર આકાશને ક્યાં કોઈ આધાર રહેલો હોય છે ? જો આધાર રહિત પણે આકાશની સત્તા ટકી શકે તો વિશુદ્ધ આત્મસ્વરૂપ એ પણ સ્વતંત્ર સત્તા છે, તે પણ આધાર વિના કેમ ન ટકી શકે ?
172
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।