________________
આ મહાપુરૂષની ટીકા કેટલાંક અંશે વિસ્તૃત અને દુર્બોધ પણ છે તેથી ઉત્કૃષ્ટ ક્ષયોપશમ નહીં ધરાવનાર આરાધકો માટે તેનું અવગાહન મુશ્કેલ બની રહે છે. જેઓ તે ટીકાનો સ્વાધ્યાય કરે છે તે પૈકી પણ અનેક શ્રમણોપંડિતો માટે ટીકાના પદાર્થને સાંગોપાંગ સમજવા કઠિન થઈ પડે છે.
vસૂત્રમ્ ના પ્રથમ સૂત્ર ઉપર વિસ્તૃત વિવેચનોના પુસ્તકો દશ-પંદર વર્ષો પૂર્વે જ્યારે જોવા મળતાં ત્યારે મને મનોરથ થયેલો કે પાંચે પાંચ સૂત્ર ઉપર, પદાર્થોનો ઉંડાણભર્યો સ્પર્શ કરાવી દેતી પરંતુ સરળ સંસ્કૃત ટીકા લખવી છે અને તેના આધારે પાંચે સૂત્રોનું સુબોધ ગુજરાતી વિવેચન પણ તૈયાર કરવું છે.
યોગાનુયોગ તે સમયગાળા દરમ્યાન એટલે કે વિ.સં. ૨૦૫૮માં મારે પ્રાચીન લિપિનો અભ્યાસ પણ થયેલો અને તેની પુષ્ટિ માટે અપ્રગટ સ ત્વરકરણગ્રંથનું સંશોધન-સંપાદન કર્યું.
તે ગ્રંથ ઉપર એક પણ ટીકાગ્રંથ ઉપલબ્ધ ન હતો તેથી સૌ પ્રથમ સચQત્વરસ્ય પ્રજરામ ઉપર સંસ્કૃત ટીકા રચીને ચટૂમનું ઉપર ટીકા રચવાનું વિચાર્યું.
સચ્ચત્વરાછળનું ગ્રંથ ઉપર કંઈક વિસ્તૃત ટીકા વિસ્તૃત ભાવાનુવાદ સાથે તૈયાર કરી. વિ.સં. ૨૦૬૬માં તે સટીક ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યો છે. તે પછી પણ પચસૂત્રમ્ નું કાર્ય હાથ ધરી શકાયું નહીં કેમકે સુરિસમ્ભવમાવ્યમ્ નામનો એક ગ્રંથ અપ્રગટ હતો, તેની અધૂરા સંશોધનવાળી પ્રત મને શાસન પ્રભાવક, પૂ.આ.ભ. શ્રી વિ. મુનિચન્દ્ર સૂ.મ.એ મોકલી તેમજ અનુરોધ કર્યો કે આ મહાકાવ્ય કઠિન છે, અપ્રગટ છે, આ ગ્રંથ પર ટીકારચો તો સારું.
AO ""
/
કાળી
છે
પ્રસ્તાવના