________________
લ્હી પ્રસ્તાવના
ૐ નમસ્કાર છે, આ મહાશાસ્ત્રને!
જે મહાશાસ્ત્રના પ્રત્યેક શબ્દમાં જિનાજ્ઞા ખાતર ન્યોચ્છાવર થવાનો થનગનાટ છે, શાસ્ત્રાભ્યાસથી પરિકર્મિત બનેલી બુદ્ધિના પ્રમાણો છે, આત્માર્થી વ્યક્તિનું મુખરિત બનેલું ચિત્તતંત્ર છે, ગણધર અને શ્રુતકેવલી ભગવંતના હૃદયનો રણકાર છે, લધુકમપણાની પ્રાપ્તિ અને પ્રગતિનો અનન્ય ઉપાય છે અને મોક્ષની તદાકાર થયેલી પ્રીતનો પરમ સ્વર છે.. એવું આ મહાશાસ્ત્ર છે શ્રીપસૂત્રના
પચસૂત્ર શબ્દથી જૈન સંઘમાં કોણ અજાણ્યું હશે? પ્રાયઃ કોઈ નહીં! પચાનાં પાંચે પાંચ સૂત્રના પદાર્થોનો ખ્યાલ ઓછાને હશે પરંતુ પ્રથમ સૂત્રના પદાર્થોનો બોધ તો અનેકોને થયેલો જ હશે. કે સંશોધન અને વિવેચનની ભીતરમાં
આ પસૂત્રમ ઉપર ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા, સમર્થ શાસ્ત્રકાર, પૂ. પૂર્વાચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિસ્તૃત ટીકા લખી છે અને તેમાં ઈતર ગ્રંથોના અનેક પદાર્થોનું યોગ્ય સંમિશ્રણ કરીને તેમજ પુષ્કળ તર્કોઆપીને મૂળગ્રંથના પદાર્થોનું આર-પારસ્પષ્ટીકરણ કર્યું છે.