SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ મહાઆરંભ અને મહા પરિગ્રહ પ્રથમનાં બે કારણે છે. કાપડની મિલમાં કેટલા ટન ચરબી વપરાય છે ? ધગધગતી કેલસાની ભઠ્ઠી, ધગધગતી ચીમની, ઠંડા-ઉના પાણીનાં મેળવણુમાં જલચર પ્રાણીને કચ્ચરઘાણ નીકળતું હોય, જીન, મિલ, પ્રેસ વગેરે કારખાનાં અને હળકેશ-કોદાળી આદિ હથિયાર બનાવવાનાં કારખાનાઓ મહા આરંભથી થાય છે. મિલના પાયો નખાતા હોય ત્યાં શ્રાવકથી ભાગ ન લેવાય કે અભિનંદન પણ ન થપાય, પંદર કર્માદાન માટેનું એ એક કર્માદાન છે. મહારંભના કર્તવ્ય શ્રાવક કરે નહિ, કરાવે નહિ. અને અનુમોદન પણ આપે નહિ. મહા આરંભ, મહા સમારંભ કર્યો હોય, માંસાહારીઓ સાથે માંસના વેપારમાં ભાગ રાખ્યો હોય, એવા કંઈક જાતના હિંસાના ધંધા કર્યા હોય, તેને નરક ગતિ મળે છે. આજે પૈસા કેમ કમાવવા એ જ ધૂન લાગુ પડી છે. શ્રાવકના મકાનનાં ભાડે ઈસ્લામી હટલ ચાલતી હોય છે. કારણ કે સારું ભાડું આવતું હોય છે. પૈસાના લેભે હિંસાનું અનુમોદન કરે છે. ચરબીના વેપાર કરે છે. પૈસા એ પાપનું મૂળ છે. તમે અહીં હજાર રૂપિયા ફાળામાં સેંધાવે છે, પણ તે કેવી કમાણીના છે? જવાબ આપે. તેના ફણગા ફૂટ્યા વિના નહિ રહે. જે કર્મોને હર્તા થાય છે તે જ ભકતા બને છે. માટે નીતિન નવ દોકડા સારા પણ અનીતિની કમાણી જોઈતી નથી એમ કહેનારા કેટલા? દુઃખવિપાક સૂત્રમાં નંદિવર્ધનનું દૃષ્ટાંત છે. સગો બાપ પુત્રને શત્રુ બની જાય છે. નીવર્ધન રાજના લેણે પિતાની હત્યા કરવાના ઘાટ ઘડે છે. હજામને કહે છે “મારા પિતાને મારી નાંખ,” હજામ વિચાર કરે છે કે પિતાને વધ કરી આ ગાદીએ બેસવા ઈચ્છેિ છે, તો પ્રજાનું શું ભલું કરશે? હજામ જઈને રાજાને બધી વાત કરી દે છે. રાજાને ગુસ્સો આવે છે. પુત્રને બેલાવીને કહે છે તારે રાજ્ય જોઈએ છે ને? હું તને રાજગાદી પર બેસાડીશ, રાજા સીસાને ધગધગતે રસ પુત્રના મસ્તક પર રેડી તેને અભિષેક કરે છે. સગાવહાલા બધા જઈ રહ્યા છે. પણ અશુભને ઉદય હેવાથી કેઈ તેની મદદે આવતું નથી. આ યુવરાજ છે, છતાં અશુભને ઉદય થતાં કેવી દશા અનુભવે છે? તે આર્તધ્યાન-રૌદ્રધ્યાનને વશ થઈ, કષાયને આધીન બની, અશુભ એવા કર્મ બાંધી તે ઘર એવી નરકમાં જાય છે. જ્ઞાની કહે છે કે ઉદયના સમયે શેચ કરવાથી કાંઈ વળવાનું નથી. ઉદય આવ્યા પહેલાં નિર્જરા કરી લે. આપણું આયુષ્ય અપ છે. આ બધું કોના માટે? આ વિચાર જીવ કરે છે તે જરૂર અશુભ કર્મથી અટકે, કલુષિત કર્મને બંધ ના પાડે. નંદીવર્ધનને પિતાને દંડ તે નિમિત્ત માત્ર છે. ખરું તે તેના પિતાના જ અશુભ કર્મને ઉદય, પૂર્વભવના ગાઢા ચીકણા કર્મ ઉદયમાં આવ્યા છે. આ નંદીવર્ધન ઘર નરકમાં જાય છે. ત્યાં કેવી વેદના અનુભવે છે? હણે, છેદે, બાળે.” આવા પરમાધામીનાં વચને સાંભળી તેને પારાવાર દુઃખ થાય છે. તીવ્ર વેદના અનુભવે છે. કમાયેલા ધનને તે અહીં જ મૂકીને જવું પડે છે. સાથે આવે છે માત્ર કરેલાં કર્મો.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy