SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાં પણ જઈ શકે છે. મોક્ષ મેળવવાની સાધના આ મનુષ્યભવમાં જ થઈ શકે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતાઓનું ૩૩ સાગરોપમનું આયુષ્ય. તેઓ ૩૩ પખવાડિયે શ્વાસોચ્છવાસ લે, ૩૩ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય. છતાં તેને એક ઉપવાસ ગણાય નહીં. સર્વવિરતીપણું તે માનવભવ સિવાય બીજે કયાંય લઈ શકાતું નથી. તિર્યો બહુ બહુ તે દેશવિરતિ બને છે. નારકી અને દેવતા એથું ગુણસ્થાનક સ્પશી શકે છે. મારો કહેવાને આશય એ છે કે નારકો, દેવતા અને તિર્યંચ ત્રણે ગતિના જે સંયમ સપાનની શ્રેણીએ ચઢી શકતા નથી. સંયમ ધર્મનું આરાધન કરતાં ૭ લવ પ્રમાણ સમયમાં જે જમ્બર પુરૂષાર્થ કર્યો હત તે તદ્દભવે મોક્ષ જાત. પણ પુરૂષાર્થની મંદતાને કારણે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. એક છઠનાં પચ્ચખાણ કરે એટલાં જ કર્મ બાકી છે તેમાં જે આયુષ્ય પૂરું થઈ ગયું એટલે સર્વાર્થસિદ્ધ વિમાનને ભવ કરે પડે છે. ત્યાંથી છ રાજલક નીચે ઉતરી માનવભવ ધારણ કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટાવી પછી ૭ રાજક પ્રમાણુ ઉપર મેક્ષમાં જાય. પણ દેવમાંથી સીધા મોક્ષમાં જવાય નહિ બંધુઓ! સંયમી જીવનની મહત્તા તમને સમજાય છે ? સાધક જીવને સાધનાને તલસાટ રૂંવાડે રૂંવાડે હે જોઈએ. - રણસંગ્રામમાં લડતા સૈનિકને સામેથી બાણની વર્ષા થતી હોય ત્યારે બાણું શરીરમાં ન ખંતી જાય તે માટે કવચ પહેરે છે. તેમ કર્મ રૂપી બાણથી બચવા વ્રત-પ્રત્યાખ્યાન રૂપી કવચની જરૂર છે. જે આ કવચ નહિ હોય તો ઘાયલ થઈ જશે. અલ્પ આયુષ્યમાં ઉચ્ચ કેટિની અંતર જાગૃતિ ઉપાડે જેથી કેવળજ્ઞાન હસ્તગત થઈ જાય. બીજા કોઈ ભવમાં તીવ્ર વીર્યોલાસ પ્રગટે તેમ નથી. અને અહીંથી મુત્યુ બાદ કઈ ગતિમાં જશે તેની પણ ખબર નથી. તે પછી આ કર્મ ખપાવવાના સુંદર અવસરે ગફલતમાં કેમ રહે છે? માનવ ભવમાં જે લક્ષ ચૂકે છે તે સંસારની ઊંડી ખાડમાં પડે છે. જંબુ સ્વામી સુધમ સ્વામીને પૂછે છે કેવળજ્ઞાન અને કેવળ દર્શનના ધરનારા મહર્ષિ ભગવાને જગતમાં નરકનું દુઃખ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. તે કેવાં કર્તવ્ય કર્યા હોય ત્યારે અજ્ઞાની છે નરકમાં ઉત્પન્ન થાય છે? હું અજાણું છું તેથી આપને પૂછું છું. આપ જાણકાર છે તે મને કહે કે નરકમાં જવાના કારણે શું છે? સુધર્માસ્વામીએ જવાબમાં કહ્યું કે હે પ્યારા જંબુ! પહેલાં તે જીવ ભાવનરક હૈયામાં ખડી કરે છે. પછી અલેકે નરક ગતિમાં જાય છે. મનુષ્ય અને તિર્યંચ સિવાય નારકીનું આયુષ્ય બીજું કોઈ બાંધતું નથી. દેવ નરકમાં ન જાય, જુગલીયા નરકે ન જાય. પંદર કર્મભૂમિના મનુષ્ય અને પાંચ સંજ્ઞી તિર્યંચ નરક ગતિમાં જાય. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય પહેલી નરક સુધી જઈ શકે છે. ભાવનરક ઉત્પન્ન થવાનાં ચાર કારણે બતાવ્યાં છે. તેમાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy