SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ ૦. જેને ઘેર તે માણસ રહ્યો છે તે મનુષ્યને એક દિવસ રાત્રે રવપ્ન આવ્યું કે, આ ગરીબ માણસનાં પૂર્વજન્મનાં પુણ્યની અંદર છેડે પાપને છાંટો આવી ગયો છે તેથી તેની આવી પરિસ્થિતિ થઈ છે. પણ તમે તેનું રક્ષણ કર્યું છે. તે તમારા એરડાનાં પાછલા ભાગમાં ત્રણ કુટને ખાડો ખેદજો. ત્યાં ખૂબ જ ધન નીકળશે, પણ આ ધન - નીકળવાને પ્રતાપ તે માણસને છે. અને તેને લીધે જ તમને ધન મળ્યું છે. ખાડે છે. વાથી પુષ્કળ ધન નીકળ્યું. અને તે પાડેશી (સાધારણ માણસ) તેમજ ગરીબ માણસ બંનેએ સરખે ભાગે વહેંચી લઈને ધંધો કર્યો અને તેઓ ધનવાન બની ગયાં. કર્મની લીલા કઈ ઓર છે. હવે જે શેઠને ત્યાં આ ગરીબ માણસ બટકું રોટલી લેવા ગયા હતા તે શેઠને ત્યાં બાર મહિનામાં તે હતું ન હતું થઈ ગયું, તેને પિતાને યુવાન પુત્ર ત્રીજે માળેથી પડયે અને મરી ગયો. બધી પેઢીઓમાં નુકશાન થયું. અને થોડા ટાઈમમાં સાવ ચીંથરેહાલ બની ગયે. તે રીતે તે ઝુંપડીની અંદર રહેવા આવ્યા. બંધુઓ ! કર્મ કેઈને પણ છોડતા નથી. માટે તમારી પાસે કેઈ હાથ લંબાવે તો તમારાથી બને તે આપજે, પણ ન આપી શકે તે તિરસ્કાર તે કરશો જ નહિ. . બંધુઓ જે બે રોટલીના ટુકડા માટે કર્મને કરગરતો હતો પણ છેવટે તેના પુણ્યને ઉદય જાગે. અને એની શાંતિ, ક્ષમા તેમજ દેવ-ગુરૂ અને ધર્મ ઉપરની અખૂટ શ્રદ્ધાના પ્રતાપથી તે ધનાઢય બને. પણ કર્મો કઈને છોડતા નથી. કર્મના યોગે પેલે લક્ષાધિપતિ રંક બની ગયે. પણ સજન પુરૂષ સજજનતા છેડતું નથી. તે જ ન્યાયે ધનવાન બને એ એક વખતને ગરીબ માણસ અભિમાની પ્રત્યે આદરભાવ બતાવ્યું અને તેને સંપૂર્ણ સહકાર આપ્યો. આ છે માનવની માનવતા, જેજે, તમે લક્ષ્મીના મેહમાં પડી આવી ભૂલ કરતા નહિ. હવે સમય થવા આવ્યું છે. ટૂંકમાં આપને એટલું જ કહું છું કે મહારાણી કમલાવંતી પોતાના પતિને સમજાવતાં સમજાવતાં અંતરમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પામી ગઈ. તેને ભેદ વિજ્ઞાન થતાં પિતાના આત્મ સ્વરૂપમાં ઠરી ગઈ છે. હવે ક્ષણવાર પણ સંસારમાં રહેવું તેને માટે જેલ રૂપ બની ગયું છે. તેથી પિતાના પતિને કહી રહી છે હે નાથ ! માંસ સમાન સમસ્ત પરિગ્રહ છોડીને હું નિરામિષઅનાસક્ત થઈને વિચરીશ. મહારાણી કમલાવંતીની વૈરાગ્યની જાત ઝળહળી ઉઠી છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે વ્યાખ્યાન નં...........૧૧૩ કારતક સુદ ૧૪ને બુધવાર તા. ૧૧-૧૧-૭૦ બંધુઓ! મનુષ્ય ધારે તે કરી શકે છે. ચૌદ ગુણસ્થાનક સ્પશી શકે છે. અને
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy