SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ غف તપસ્વી-પંચ મહાવ્રતધારી સત રાજકોટમાં પધારે છે. ૨) લાટરી લાગી છે. ૩) પુત્રવધૂએ પુત્રને જન્મ આપ્યા છે. આ ત્રણ વધામણી સાંભળીને તમે કાને રોકડીયા આપશેા ? કઈ વધામણી સાંભળીને તમારું હૈયું હર્ષોંથી નાચી ઉઠશે ? (હસાહસ). સંસારી જીવાની દૃષ્ટિ સ`સાર તરફ જ હાય છે. જરા સિદ્ધાંતમાં દૃષ્ટિ કરે. આગળના મહારાજાએ પ્રભુ પધાર્યાની વધામણી સાંભળીને હર્ષોંથી નાચી ઉઠતાં હતાં. શ્રેણિક જેવા મહારાજા ઉદ્યાનપાલકને હી રાખતા હતા કે મારા તરણતારણુ પ્રભુ આવે કે તરત જ મને ખબર આપજે. જ્યારે જ્યારે પ્રભુ ઉદ્યાનમાં પધારતાં ત્યારે ત્યારે વનપાલક રાજાને વધામણી આપવા માટે આવતા ત્યારે શ્રેણિક રાજા શું કરતા ! પ્રભુના આગમનના સમાચાર સાંભળીને તરતજ સિહાસનેથી ઉભા થઈ જતાં, અને પ્રભુ જે દિશામાં બિરાજમાન હેાય તે દિશામાં સાત-આઠ પગલાં જઇને પ્રભુને ત્રિકાળ વંદન કરતા. રાજાના તે વખતના ઉદ્યાસભાવ જોઈને વનપાલક આશ્ચય પામી જતા. વન કર્યાં પછી રાજાએ પૂછ્તાં હૈ વનપાલક ! મારા પ્રભુને ઉતરવા માટે આજ્ઞા આપી ? એમને કહપે સેવા પાટ-પાટલા વિગેરે આપ્યુ છે ને ? વિગેરે પૂછતા. અને પ્રભુ-આગમનની વધાઅણીની ખુશાલીમાં એક માથાના મુગટ રાખીને અંગ ઉપર પહેરેલાં સાત સેરા, નવ સેસ, અઢાર સેશ, હીરાના ને ડેમના હાર, ખાજુબંધ વિગેરે તમામ આભૂષણ્ણા વનપાલને આપી દેતા. તેથી એની જિંદગીનુ દારિદ્ર ટળી જતું. આથી વનપાલક ઉપર પણ એવા પ્રભાવ પડતા કે જે ભગવંતના આગમનનાં સમાચાર આપ્યા તે હું ન્યાલ થઈ ગયા, તા એ પ્રભુની હૃદયના ભાવપૂર્વક ભક્તિ કરવામાં આવે તે શું ન મળે! કંઈક વનપાલકો રાજાની ભક્તિ જોઈ થમ પામી જતા હતાં. અન્યધમીને જો જૈનધમ પમાડવા હોય તે થ્રિહની મમતા છેાડવી પડે છે. કઈક આત્માઓ હજી પૃથ્વી પર વિદ્યમાન છે, કે જે બીજાને ધમ પમાડવા માટે પેાતાની લક્ષ્મીના સદુપયેગ કરે છે. ધનતેરસ, કાળીચૌદૃશ અને દિવાળી-આ ત્રણ દિવસેા ધર્મની આરાધના કરવા માટે છે. અને તે અઠ્ઠમ કરવા જોઇએ, ન બને તે છઠ્ઠું અને છાઁ પણ ન કરો તે આસા વી અમાસ-ભગવાનની નિર્વાણ તિથિના દિવસે ઉપવાસ તા અવશ્ય કરવા જોઇએ. અઢાર દેશના રાજાએ રાજ્ય છેડીને છકે પૌષધ કરીને બેસી ગયાં હતાં. તમારે રાજયના વહીવટ તા નથી સભાળવાના ને ઘૂઘરા-ઘારી-સેવ-સુંવાળી ને લાપસી જમવાથી, કેડિયામાં તેલના ઢિવા પ્રગટાવવાથી દ્વિવાળી ઉજવી નહિ કહેવાય. આત્મ પ્રદેશ ઉપર અનાદિ કાળથી આઠે કર્માંનાં પડળ આવી ગયાં છે, તેને ઉખાડી જ્ઞાનના દ્વિપક પ્રગટાવવાથી સાચી દિવાળી * ઉજવી કહેવાય. જૈન ધર્મના બધા જ પર્યાં લેાકેત્તર પર્વો છે. તે પર્વમાં આરંભ–સમારાન હાય, ભાઈ–પી, પહેરી આઢીને આન માનવાના નથી. પણ આ દિવસેામાં આરબ-સમારભ ઘઢાડી આત્માની ઉપાસના કરવાની છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy