SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જ્ઞાન થાય જ નહિ, મરૂદેવી માતાનાં આગળનાં ભાવ કેવા હતાં-એમણે કેવી કમાણી કરી હતી! કામલત્તાના કટાક્ષ સાંભળી મુનિ છદ્મસ્થપણની લહેરમાં આવી ગયા. ભાન ભૂલ્યાં અને બોલ્યા. તારે મારી તાકાત જેવી છે? એમ કહી જમીન પર પડેલું તણખલું હાથમાં લઈ એના બે ટુકડા કરીને ય ફેંકયા ત્યાં સવા કોડ સેનામહોરને ઢગલે થઈ ગયે.. જોયુંને ! જૈન મુનિએમાં કેટલી તાકાત છે! એમ કહી મુનિ તે બારણા તરફ પાછા ફરી ગયા. આ કામલતા તે બહુ ચાલાક હતી. એણે વિચાર કર્યો કે આના જેવો ઘરાક ફરી ફરીને નહિ મળે. ઘણાં મારી પાસે આવ્યાં પણ આના જે કોઈ ન જે. હવે ફરીને શોધવા જઈશ તે પણ નહિ મળે. તમારા ઘેર આવે સંત પધારે અને આ ઢગલો થઈ જાય તે પછી તમે એને કેડો છેડો ખરા ! પછી તે એની પાછળ જ પડે. (હસાહસ). કામલતા મુનિને આડી ફરી વળી. ચરણમાં પડીને કહે છે. આપે આ અર્થ લાભ તે આપે પણ આ અર્થના ઢગલાને ભોગવશે કોણ? કાં આ ઢગલે ઉપાડી જાવ અને કાં મારે ઘેર રહી જાવ. અહીં મુનિ મુંઝાયા. બાર બાર વર્ષના સંયમ પછી આ શક્તિ પ્રગટ કરી હતી. પણ એનું વારણ કરવાની વિદ્યા જાણતાં ન હતાં. કામલતા કહે છે હું આપને નહિ જવા દઉં. અર્થલાભ આપે તે કામલાભ પણ આપવું જ પડશે. કામલતાના કામી વચન-બાણે મુનિ વિંધાઈ ગયા. મહાત્મા મંદિણને તપમય દેહ ઢળી પડે. મુનિવેશ ઉતારી નાંખે. મુનિશનાં વસ્ત્ર અને ઉપકરણની પિોટલી બાંધીને માળીયે મૂકી દીધી. એણે કપડાં અને રજોહરણ ફગાવી ન દીધાં. કારણ! સપડાઈ ગયે પણ અંતરમાંથી બાર બાર વર્ષના સંયમભાવની લહેજત ગઈ નથી. આંખમાંથી આંસુ સરી પડ્યાં. અહે-કામલતા ! હું આજે કાયર બની ગયો છું. ભાન ભૂલ્યો છું. મારું ગાવલી કર્મ નિકાચિત છે. પણ મારા અંતરમાં વિરતીને જે પ્રેમ છે. મારા ભગવાન મહાવીરનું જેટલું સ્થાન છે તેટલું તારું સ્થાન નથી. મારા અંતરમાં વિરતીને પ્રેમ તે હજુ એવો ને એ જ છે. ભલે હું પડે પણ આજથી પ્રતિજ્ઞા કરું છું કે દરરોજ દશ ઇવેને પ્રતિબોધ પમાડી વિરતીના પંથે વાળીશ, પછી જ હું અન્નપાણી લઈશ. ખડખડાટ હસતી કામલતા બોલી, કેઈ દિવસ દશ તૈયાર ન થયા તે શું તમે ઉપવાસ કરશે ? અરે, દશમો નહિ બૂઝે તે હું દશમ નીકળી જઈશ. વિરતીના પ્રેમ આગળ બધા ય પ્રેમ મારી પાસે તુચ્છ છે. કામલતા કહે છે તમને વિરતી પ્રત્યે પ્રેમ છે તે મારે મન દુશ્મન છે. સ્વામીનાથ ! આપને એક અપૂર્વ - નૃત્ય દેખાડું છું. એમ કહીને શણગાર સજવા ચાલી ગઈ. બીજી તરફ નદીષેણ વિચારમાં ડૂબી ગયા. અહો! મેં આ શું કર્યું ? એક છવ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy