________________
છે. તેમાં મોટા ભાગના છે ધન-વૈભવ, સત્તા, સંપત્તિ, પુત્ર, પત્ની આદિમાં સુખ માની મધલાળમાં લપટાય છે. એને પણ અંતે દુર્ગતિઓમાં કેશેટાની જેમ બફાવું પડશે. પરભવની વાત તે જવા દો. આ ભવમાં પણ બહારથી ઉજળા થઈને ફરતા હોય છે, પણ અંદરથી તે એનું કાળજું શેકાઈ રહ્યું હોય છે.
જેના જીવનમાં સ્વ-પરનો વિવેક જાગે છે તેવા આત્માઓ ભૂલ કરે છે પણ ઠોકર વાગતાં ઠેકાણે આવી જાય છે. તે સુખમાં એંટી જતા નથી.
એક વખત એક મુનિ ગૌચરી નીકળ્યા. ઘરઘરમાં ગૌચરી કરતાં માર્ગ ભૂલ્યા. અને વેશ્યાના ઘરની સીડી ચઢી ગયાં. એમને ખબર નથી કે આ કેનું ઘર છે. તે તે ધર્મલાભ કહીને ઉભા રહ્યા. અંદરથી કામલત્તા ઘૂઘવાટ કરીને કહે છે, આ ધર્મલાભનું ઘર નથી. આ તે અર્થલાભનું ઘર છે. તમારા ધર્મલાભની મને જરૂર નથી. પણ તારા જેવા કમાવાના કાયર, ઘર છોડીને ગૌચરી નીકળેલા, અર્થના ત્યાગીમાં અર્થ લાભની આશીષ આપવાની તાકાત ક્યાંથી હોય! વેશ્યા વિષયભેગમાં ચકચૂર બનેલી હતી. તેણે એમ વિચાર ન કર્યો કે હું કે આ શબ્દો કહી રહી છું, કારણ કે વિષયાંધ માણસને કોઈ જાતને વિવેક જ હોતું નથી.
કમાવાના કાયર ! ઘરઘરમાં ભીખ માંગનાર ! આવા શબ્દો સાંભળી યુવાન મુનિન લેહી ઉકળી ગયું, હે ! અમે મુનિ એટલે શું કાયર ! અમારામાં કોઈ તાકાત નથી ? અમે ભગવાન મહાવીરના પુત્ર છીએ. શૂરવીર અને ધીર છીએ. અમારામાં જે તાકાત છે તે ઈન્દ્રમાં પણ નથી. એક દિવસના સાચા સંયમીમાં જે તાકાત છે, જે સુખ છે તે ઈન્દ્ર ચક્રવતીને પણ નથી. ચક્રવતી અને ઈન્દ્રના સુખને પણ ઓળંગી જાય તેવું મહાન સુખ સાચા સંયમીનું છે. પણ એ સુખની પિછાણ કરવા માટે દૃષ્ટિ જોઈએ. જેની જેવી દષ્ટિ હોય છે તેવી સૃષ્ટિ દેખાય છે. દરિયા કિનારે માછીમાર જાય તે માછલાં જ જોવે. ખારે જાય તે મીઠું જોવે અને ઝવેરી જાય તે રને જુએ. તેમ મારા હાલા બંધુઓ. જો તમને વીતરાગનાં વચન પ્રત્યે શ્રદ્ધા હશે તે સંતના દર્શન કરતી વખતે તમને સાધુતાનાં દર્શન થશે. અંતરમાં ઝણઝણાટી થશે કે અહો પ્રભુ! હું હવે આ સંસારનાં બંધન તેડીને સર્વવિરતી ક્યારે બનીશ! ગુરૂવંદન કરતી વખતે તમારા અંતરમાં ઘર ખટકવું જોઈએ. તમને કઈ દિવસ ઘર ખટકયું છે ખરું? કે હવે હું ગૃહસ્થી મટીને સર્વવિરતી બનું. સર્વવિરતીને ઘરમાં આવ્યા વિના ભવના ભુકકા નહિ થાય. ઘણું કહે છે કે ભરત ચક્રવતીએ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન મેળવ્યું હતું. મરૂદેવી માતા હાથીના હેદ્દે કેવળજ્ઞાન પામ્યા હતાં તે શું અમને જ્ઞાન નહિ થાય? ભાઈ! તમે એમને વાત કરે છે પણ એમનાં જીવન તપાસ્યાં છે. ભરત ચક્રવતી ચક્રવતિના સુખ જોગવતાં હતાં, છતાં કેટલા અનાસક્ત ભાવે રહેતા હતાં ! ભાવચારિત્ર વિના કેવળ