SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ એક જ અવાજ આવશે કે મારા ભગવાનને ધમ સત્ય છે. આ જીવે હજી વાતા જ કરી છે પણ દેહ કરતાં ધમ વહાલે છે કે નિહ તેનું માપ કાઢ્યું જ નથી. સાચા શ્રાવકને જયાં સુધી તેની સાધનામાં આપત્તિ ન આવે, કસોટીને સમય ન આવે ત્યાં સુધી મજા ન આવે. ઉપસગ આવે અને મન ચલાયમાન ન થાય ત્યારે ખબર પડે કે હું સાધનામાં કેટલે સ્થિર રહી શકું છું. મિઠાશ સાથે થેડી કડવાશ તેા જોઇએ. કેરીની સીઝનમાં તમે રસપુરી જમતાં હતાં ત્યારે ભેગું કારેલાનું શાક ખાતા હતા. શા માટે ? મીઠી વસ્તુ સાથે મીઠી ચીજ ભાવે નહીં, તેનેા સ્વાદ મા જાય. શીરા સાથે પતાસું ન ખવાય તેમ ભૌતિક સુખાની મિઠાશમાં વિપત્તિરૂપી કડવાશ આવે ત્યારે જ સમતાભાવનુ માપ નીકળી શકે છે. એક વખત મુખઈમાં રહેતા એક શેઠના રસેાઈયાએ રસાઈ બનાવી. કારેલાના શાકમાં ખૂબ મરચું નાખ્યું. શેઠની જીભ તતડવા લાગી અને આંખમાંથી પાણી આવી ગયા. શેઠ પૂછે છે ભાઈ ! આજે શાકમાં મરચું ખૂબ નાંખ્યું છે. તે કહે છે, મને થયું કે આજે મારવાડ જેવું શાક મનાવું. થોડા દિવસ પછી એક દિવસ શાકમાં મરચું નાખવું જ ભૂલી ગયા. શેઠ જમવા બેઠા અને પૂછે છે ભાઇ ! આજે તા આયંબીલ જેવુ શાક અનાવ્યું છે. ત્યારે રસાઇચા કહે છે કે મને થયું કે આજે મુ ંબઈ જેવું શાક મનાવું—, પણ પોતાની ભૂલ કબૂલ કરતા નથી. શેઠ તેા સમભાવવાળા હતા. તેએ કઈ જ ન એહ્યા. વધુ મસાલે પડી ગયા તે કહે છે કે મારવાડ જેવું અને આછો પડયા તા કહે છે કે મુખ જેવું શાક ખનાવ્યું. પણ તેને પેાતાની ભૂલ જ દેખાતી ન હતી. નાની તા કહુ છે કે કેઇ તમારા ઉપર ક્રોધ કરે તેા પણ તમે શાંત રહેજો. ક્રોધ કરનાર સાથે પણ પ્રેમ કરેા. મેઘની ગર્જના સાંભળી મેાર નાચી ઉઠે છે, તેમ તમારા ઉપર અકારણે કોઇ ગરજી ઉઠે તેા તમારા મનને મધુર બનાવી દેજો. તે વ્યક્તિ હમણાં નહિ તેા ચાર દિવસ પછી પાતે પોતાની ભૂલ સમજશે અને તેને પશ્ચાતાપ થશે અને પેાતાની ભૂલ હાય તા ભૂલના પશ્ચાતાપ કરો. આજે તે મોટા ભાગે માનવીને પેાતાની ભૂલ સમજાતી જ નથી. કાઈ પાતાની ભૂલ કાઢે તે પણ ગમતું નથી. ઘર ઘરમાં આ જ પરિસ્થિતિ છે. લગ્ન પછી ચાર મહિનામાં વહુ જુદી રહેવા ગઈ. તેની સાસુને પૂછવામાં આવે કે તમારી વહુ ચાર મહિનામાં જુદી કેમ થઈ ગઈ ? તે સાસુ કહે છે કે એને જુદી કાઢવા જેવી જ હતી. એની વાત કરવા જેવી નથી. એના નિત્ય નવા નખરાંથી હું કંટાળી ગઈ. તે જ રીતે વહુને પૂછવામાં આવે કે પરણીને ચાર મહિનામાં જુદા કેમ થયા ! તેા કહે છે કે મારી સાસુ બહુ વસમી છે. તેની જીભ તા સવા ગજની છે. તે વાતે વાતે મહેણાં માર્યાં કરે છે. બંનેએ એક ખીજાની નિંદા કરી, પણ પેાતાની ભૂલ કાઈને દેખાતી નથી.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy