SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ તે ઉયમાં આવે તે પહેલાં સામાયિક પ્રતિક્રમણ-પૌષધ અને તપશ્ચર્યા દ્વારા સત્તામાંથી જ તેને નાબૂદ કરે.. ઉદયમાં આવ્યા પછી તા ભાગવે જ છૂટકા છે. ૮૮ ભવકેાડી સ`ચિય' કમ્મ', તવસા નિજરિજ્જઈ " ઉ. સુ. અ. ૩૦, ગા. ૬નું પદ્મ. ક્રોડા ભવનાં સંચિત કરેલા કર્મો તપશ્ચર્યા દ્વારા નાબૂદ કરી શકાય છે. જીવ જેવા પરિણામે કમ બાંધે છે તેવા પ્રકારને અમાધાકાળ પડે છે. મેાહનીય કર્મીની સ્થિતિ સિત્તેર ક્રોડાકોડી સાગરાપમની છે. તેને અખાધાકાળ ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષના છે, જેની ત્રીસક્રોડાક્રોડી સાગરાપમની સ્થિતિ છે તેને ત્રણ હજાર વર્ષના, અને વીસ ક્રોડા ક્રોડી સાગરાપમની સ્થિતિવાળાઓને બે હજાર વર્ષના અખાધાકાળ પડે છે. કમના કાયદા ક્રૂર અને કુટિલ હાવા છતાં પણુ અમાધાકાળના સમય સુધી સુધરવાની તક આપે છે.” અખાધાકાળના સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કર્મો આપણને હેરાન કરતાં નથી. જેમ પાંજરામાં પૂરાયેલા સિહ પાંજરામાં છે ત્યાં સુધી તે કઈ જ કરી શકતા નથી અને છૂટયા પછી કાઇને છેડતા નથી. સીધા તરાપ મારે છે. તેમ સત્તામાં રહેલા કર્મો અખાધાકાળ પૂર્ણ થશે ત્યારે કોઈને છેડશે નહિ. એક માણસે સરકારના ગુન્હા કી, તે પકડાઈ ગયા અને જામીન ઉપર તેને છેડવામાં આવ્યા. પણ મુદ્દતના દિવસ આવે ત્યારે તેને કોર્ટમાં હાજર થવું પડે. મુદત પૂર્ણ થતાં ગુન્હા અનુસારે જે શિક્ષા થાય તે તેને ભાગવવી પડે છે. તેા કર્મના ઉદયકાળ આવે તે પહેલાં જ ચેતીને તેને વિખેરી નાંખેા. ચાતુર્માસના દિવસેામાં કર્માની મજબૂત ગાંઠ ઉપર તપ-ત્યાગ-ત-નિયમ રૂપી તીક્ષ્ણ કુહાડાથી પ્રહાર કરી તે ગાંઠને ચીરી નાખવાને પુરૂષાર્થ કરે. જે જથ્થર પુરૂષાર્થ ઉપડે તેા એ ગ્ર ંથીભેદ થયા વિના ન રહે. મેઘરાજા વરસ્યા ને ધરતી હરિયાળી ખની ગઈ તેમ સંતા વીરવાણીની વર્ષા કરે ત્યારે આપણું અંતર-ઉપવન પશુ લીલુંછમ અની જવું જોઈએ અને શ્રદ્ધામાં દૃઢ મનવું જોઈએ. તમને થશે કે સિદ્ધાંતમાં તે સાધુઓની જ વાત આવે છે. શ્રાવકાની ક્યાં વા આવે છે? ઉપાસકદશાંગ સુત્રમાં શ્રાવકની વાત પણ આવે છે, તે તમારે ભૂલવું ન જોઇએ. કામદેવ શ્રાવક અને સુદર્શન શેઠની શ્રદ્ધા કેવી હતી તે તેા તમે જાણા છે ને! કામદેવ શ્રાવક પૌષધશાળામાં પૌષધ લઈ ને બેઠા છે. તેની પરીક્ષા કરવા દેવ આવે છે. પિશાચનું બિહામણું રૂપ લઈ ને કહે છે, હે કામદેવ ! એક વખત કહી દે કે, મહાવીરને ધર્મ અસત્ય છે. જો તું એમ નહીં કહેતેા હું તને જીવતા નહિ મૂકું, છતાં કામદેવ ચલાયમાન ન થયા અને કામદેવની જે અડગ શ્રદ્ધા છે તે અઢી હજાર વર્ષ પછી પણ આજે આગમમાં મેાજીદ છે. એમણે કહ્યું: તમે મારા શરીરને મારી શકે છે, આત્માને નહિ. આ શરીર તે અનતી વખત મળ્યું છે. માટે આત્માના શાશ્વત ધર્મને કામદેવ કદી પણ અસત્ય કહી શકશે નહિ. ભલે મારા અણુએ અણુ જુદા થઈ જાય પણ એમાંથી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy