________________
૭૫
ગર્ભનું સ્થાનાંતર. ગલ રત્ન, (૬) હંસગર્ભ રત્ન, (૭) પુલક રત્ન, (૮) સૌગધિક રત્ન, (૯) જ્યતિષિક રત્ન, (૧૦) અંજન રત્ન, (૧૧) અંજનપુલક રત્ન, (૧૨) જાતરૂપ રત્ન, (૧૩) સુભગ રત્ન, (૧૪) અંક રત્ન, (૧૫) સ્ફટિક રત્ન, (૧૬) રિઠ રત્ન, એવા. રત્નપુદગલ લઈને વૈકિય શરીર વિક્વને ઉત્કૃષ્ટી વિહાર ગતિ, ચપલાગતિયું, જ્યણાગતિયે, ચંડાગતિ, ઉદ્વર્તન રેણુની પેરેં દેવસંબંધી દિવ્યગતિયું કરીને ચાલતો થકે અસ
ખ્યાતા દ્વીપ સમુદ્રમાંહે થઈને જ્યાં જંબુનામા દ્વીપ, તિહાં ભરત ક્ષેત્ર તેને વિષે જહાં બ્રાહ્મણકુંડ નામા નગર છે, તિહાં ઋષભદત્ત નામાં બ્રાહ્મણના ઘરને વિષે જઈને દેવાનંદા બ્રાહ્મણ જ્યાં છે, ત્યાં આવે. આવીને ભગવંતને નમસ્કાર કરે, નમસ્કાર કરીને પછી દેવાનંદા બ્રાહ્મણને પરિવાર સહિત અવસ્વાપિની નિદ્રા આપે. પછી યોનિમાંહેથી અશુભ પુગલ અપહરે પરહ કરે અને શુભ પુગલને પ્રક્ષેપ કરે. પછી ભગવાનની આજ્ઞા માગે, આજ્ઞા માગીને ભગવંતને બાધા પીડા ન ઉપજે તથા ભગવંતની માતાને બાધા પીડા ન ઉપજે, તેમ સુખે સુખેં દેવસંબંધી પ્રભાવે કરીને ભગવંતને હાથમાં સંપુટે કરી . ગ્રહીને ૯ છે
थाप्यो त्रिशला कुखें, ब्याशी दिन पर्छ।। मार्नु शुभ लग्न जोवा रह्या ए॥ त्रण ज्ञाने भगवंत, आवी तिहां वश्या, आशोज वदि तेरश दिने ए॥ १० ॥
અર્થ –જિહાં ખત્રિયકુંડ નગર છે, તેને વિષે સિદ્ધાર્થ નામેં રાજા છે, તેની ત્રિશલા નામેં રાણું જ્યાં વસે છે, તિહાં તે દેવતા આવે. તે ત્રિશલા ખત્રિયાણીને સર્વ પરિવાર સહિત