________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ: પ્રભાવૅ કરી બ્રાહ્મણના નીચ કુલને વિષે આવી ઉપનાં છે; પણ આવા કુલને વિષે પ્રભુનું જન્મ સંભવે નહીં, એટલે હાય નહીં, હશે પણ નહીં, અને થયું પણ નથી કે ૬ છે પણ ભગવાન શ્રી મહાવીર દેવને જીવ, મરીચિ નામું ઋષભદેવ સ્વામીને પિતર, ભરત મહારાજનો પુત્ર હતા. તે વખત ત્રિદંડીપણામાં ભરત મહારાજે વાંઘો, તેવારે અભિમાનથકી ઘણે ના, કૂદ્યો, તે વખત કર્મ બંધાણું છે. કહ્યું છે કે જે પ્રાણુ, હસતાં કર્મ બાંધે છે તે રેતાં થકાં પણ છૂટતાં નથી. તુંબડાને દષ્ટાંતે જીવ જે છે તે કર્મથકી ભારી થાય છે, જેમ તુંબડાને માટી ચેપડી પાણીમાં નાખીયે, તે બૂડી જાય; તેમ જીવ પણ ઘણાં ચીકણાં કર્મ. થકી સંસારમાં બૂડ થકે નરકાદિક ગતિમાં પરિભ્રમણ કરે છે. તેમ પ્રભુયે પણ સત્તાવીશ ભવમાંહેલા મરીચિના ત્રીજા ભવને વિષે ગોત્રનો મદ કર્યો હતો, તે વખતે એ નીચ ગેત્રને કર્મ બંધાણે છે, તે હમણું ઉદય આવ્યું છે. તિહાં પ્રથમ શ્રી મહાવીરને જીવ, જે ભવથકી સમકેત પાપે, તિહાંથી માંડીને લોક પ્રસિદ્ધ સત્તાવીશ ભવ થયા. તે સત્તાવીશ ભવ, અહીં કહિયે છે. વિશેષ ગ્રંથાંતરમાં તે અઠાવીશ ભવ પણ કહ્યા છે.
૧ પ્રથમ પછિમ મહાવિદેહે નયસાર નામેં ગરાશીઓ હતે. તે એક વાર વનમાં કાષ્ટ લેવા નિમિત્તે ગયે. તિહાં રઈ નીપજાવીને મનમાં ભાવના ભાવવા લાગો કે, અહો કોઈ સાધુ આવે, તો તેને વહેરાવીને જોજન કરૂં? એટલામાં સાથથકી ભૂલા પડેલા સાધુ તિહાં આવ્યા. તેને દેખી