________________
છ અરૂ.
૫૯ પણ ત્યાં જઈ જુએ છે તે વનમાલા પણ વિરહવિન્ડલથકી મુખેં નિ:શ્વાસ નાખતી ક્ષણેક બેસે, ક્ષણેક ઉઠે, ક્ષણેક પડે, એ રીતે મહાવિરહિણી દેખી તેને તે પરિવ્રાજિકા કહેવા લાગી કે હે વત્સ, તું આજ એમ દખિત કેમ દેખાય છે? તાહારૂં દુઃખ મને કહે તો હું તે દુઃખથી તેને પાર ઉતારૂં. તે સાંભલી વનમાલાયે ગુહાની વાત કહી. તેવારે પરિવ્રાજિકા બેલી કે હું તને રાજાની સાથું કાલે મેલવીશ, તું કાંઈ ચિંતા કરીશ નહીં. પછી તે પરિવ્રાજિકાએ હર્ષવંતથકી ત્યાંથી જઈ સર્વ વાત પ્રધાનને કહી. પ્રધાનેં જઈ રાજાને સર્વ વૃત્તાંત સંભળાવ્યું.
તેવાર પછી પ્રભાતેં પરિવ્રાજક વનમાલાને રાજા પાસેં તેડી આવી. રાજાયે હર્ષવંત થઈ અંતઃપુરમાં તેને રાખી અને તેની સાથે તે પંચવિધ વિષયસુખ ભેગવવા લાગ્યા. હવે વીરકકુવિંદ ઘેર આવ્યો, તેવારે તેણે સ્ત્રીને દીઠી નહીં. પછી પાડેશી પ્રમુખને પૂછતો થકે ભાર્યાના વિરહથી ઘેલો થયે થકે આખા ગામમાં ફરતા ફરતે એક દિવસે રાજાના પ્રાસાદ નીચે આવી ઉભો રહ્યો. તેવામાં રાજા અને વનમાલા, એ બન્ને જણ પણ ગંખમાં આવી બેઠાં. રાજા વીરકકુ વિંદને દેખીને મનમાં વિચાર્યું કે મેં અત્યંત લોક વિરૂદ્ધ અકાર્ય કીધું. માટે મને ધિકાર છે. એમ મનમાં ઘણુંજ પિતાની નિંદા કરવા લાગ્યું. તેવામાં અકસ્માતુ ઉપરથી વિજલી પડી તેથી બેઉ જણાં શુભધ્યાને મરણ પામી હરિવર્ષ ક્ષેત્રે યુગલિયા પણે ઉપન્યાં. ત્યાં સમસ્ત મનવાંછિત કલ્પવૃક્ષ, પૂર્ણ કરે છે તેથી સુખેં રહે છે.