________________
૫૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ લાએક આચાર્ય એમ કહે છે કે બે વાસુદેવના શંખને શબ્દ, ભેગો ન થાય અને એ થયે, માટે એ પણ અજીરૂં જાણવું
યુદ્ધ ના પામિક ઇ . ૬ || ૪.
અર્થ - યુગલિયા મરણ પામીને નરકે ન જાય, અને અહીં હરિ તથા હરિણી, એ બે મરણ પામીને નરકે ગયાં માટે એ છઠું અચ્છેરું જાણવું.
તેની કથા આમ છે. કે, જંબુદ્વીપમાંના ભરતક્ષેત્રને વિષે કૌશંબી નગરીને સુમુખ નામેં રાજા હતો. એકદા પ્રસ્તા વસંત ઋતુમેં તે રાજા હાથી ઉપર આરુઢ થઈ તે નગરીની નજીકના વનમાં રમવાને અર્થે જતો હતો. માર્ગે જતાં વીરકનામેં કુવિંદની ભાર્યા અત્યંત સ્વરુપવાન દેખીને માંહો માંહે સરાગ દષ્ટિયે જોતાં પ્રતિભાવ ઉત્પન્ન થયા. તેથી રાજા ત્યાં થકી આગલી જાય નહીં. તેવારેં સુમતિનામાં પ્રધાન કહેવા લાગ્યું કે હે સ્વામી, સમસ્ત સાજન આવ્યાં છતાં તમેં આગલ કેમ ચાલતા નથી? તે સાંભલી રાજા પોતાના પ્રધાનની લાજ આણું આગલ વનમાં ગયે. પણ શૂન્યચિત્તથકે મનમાંહે કેવલ તે સ્ત્રીનું ચિંતવન છે તેથી કહીંએ પણ ચેન પામતો નથી. તે જોઈને પ્રધાને પૂછ્યું કે હે મહારાજ, તમેં આજ આવા શૂન્યચિત્ત કેમ દેખાઓ છે? એમ ફરી ફરી ઘણે આગ્રહ કરી પૂછયાથકી પોતાના મનની સર્વ વાત, રાજા પ્રધાનને કહી. તે સાંભલી પ્રધાન બેલ્યો કે, તમે કાંઈ ચિતાં કરશે નહીં, હું તમને એ સ્ત્રી મેલવી આપીશ.
પછી ઘેર આવી પ્રધાનેં આગેયિકા નામેં પરિવારિકાને બોલાવી સર્વ વાત સમજાવી વનમાલાની પાસેં મેકલી. તે