________________
*
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
પછી વિરકકુવિંદ પણ તે બેહનું મરણ જાણી ગ્રથિલભાવ ત્યાગી, અજ્ઞાન તપસ્યા કરી સૌધર્મ દેવલેકે કિલ્બિષિયા દેવમાં જઈ ઉપન્યા. ત્યાં અવધિજ્ઞાનેં પૂર્વ ભવના વૈરી તે યુગલને દેખી, મનમાં ચિંતવવા લાગ્યું કે એ યુગલિયાં ઈહાં તે મરશે નહીં અને જ્યારે મરણ પામશે, તેવારે પણ દેવકે જાશે. માટે એને ઈહાંથી ઉપાડીને અન્ય સ્થાનકે લઈ જાઉં? એમ ચિંતવી ત્યાં થકી કલ્પવૃક્ષ સહિત અપહરણ કરી, ચંપા નગરીયે તે યુગલને લાવ્યા. ત્યાં ચંદ્રકીર્તાિનામું રાજા અપુત્રીઓ મરણ પામ્યું હતું, તેથી તે નગરીનાં લેકે રાજાને ખેલે છે. એવામાં આકાશથકી તે દેવ, ત્યાંના લોકેને કહેવા લાગ્યું કે તમારે વાતે રાજાને લાવ્યો છું. એ કલ્પવૃક્ષના મેવા ખાય છે, તેને જાવજજીવ સુધી માંસ મને આહાર કરાવજે. એમ કહી તેને રાજપણે સ્થાપન કરી તે દેવ, પોતાની શક્તિર્યો કરી તેમનું આયુષ્ય તથા દેહમાન ઘટાડીને પિતાને સ્થાનકે ગયે. તે બેહુ મરણ પામીને નરકે ન જાય? તે નરકે ગયાં, માટે એ આશ્ચર્ય જાણવું.
( વમનો સામે ગાય || ૭
સાતમું પાતાલવાસી ચમરેંદ્રને ઉત્પાત એટલે ઉંચું જવું થયું, તે આવી રીતે કે ભરતક્ષેત્રે વિભેલ નામા ગ્રામને વિષે પૂર્ણ નામેં મહા ધનાઢય રહેતો હતો. તે એક દિવસેં રાત્રે ચિંતવવા લાગ્યું કે, મેં પૂર્વભોં પુણ્ય કરયાં છે, તેથી હમણાં અત્યંત કદ્ધિને ધણી મહાસુખી થયો છું. હવે ગ્રહવાસ છાંડી તપસ્યા કરું, તે વલી ભવાંતરે વિશેષ ફલ પામું? એવું ચિંતવી પ્રભાત સમયે સ્વજન સંબંધીને પૂછી