________________
શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ આવીને ઢાકણું ઉઘાડયું, તેવારે માંહેથી દુર્ગધ નીકલ્ય, એટલે સર્વ જણે મેઢા પાસે લુગડું આપી થુથુકાર કીધે. તેવારે મલ્લીકુમરી બોલ્યાં જે આ રત્નમય પૂતલી છતાં નિત્ય પ્રત્યે એક કવલ આહારના સંયોગથી એવી દુર્ગધ વાસ આપે છે. તે મારા શરીરમાં તો નિત્ય પ્રત્યે શેર ધાન્ય પડે છે, તેથી મલમૂત્રને ભંડારજ છે, તેમાં તમે શું રાગાંધ થયા છે ? એ પ્રતિબંધ કરીને પછી પૂર્વ ભવ સંભલા; તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉપનું, પૂર્વભવ દીઠા. પછી મલ્લીકુમરી કહ્યું કે હમણું તો તમેં જાઓ. ફરી મુઝને જેવારે કેવલજ્ઞાન ઉપજે, તેવારે તમેં આવજો, હું તમને દીક્ષા આપીશ. પછી તે છએ રાજા પોત પોતાને સ્થાનકે ગયા. મલ્લીકુમરીયે પણ ત્રણશે રાજપુત્ર સાથે દીક્ષા લીધી, તેજ દિવસેં કેવલ જ્ઞાન ઉપનું. પછી તે છએ મિત્રે આવી શ્રીમલ્લીનાથ પાસેંથી દીક્ષા લીધી, તેહીજ ભ મોક્ષ ગયા. એમ શ્રીમલ્લીનાથ સ્ત્રીવેદે તીર્થકર થયા. તે સ્ત્રીવેદે કેઈ તીર્થકર થાય નહીં. એ બીજું અચ્છેરું જાણવું. ૨
જય પાછો નાળિો ૩ | અર્થ-કેઈ તીર્થકરને ગર્ભપાત થયે નથી, તે આહીં શ્રીમહાવીર સ્વામીને ખ્યાશી રાત્રિ પછી દેવાનંદાની મુખથી હરિણગમેષી દેવતાયે અપહરીને ત્રિશલા ક્ષત્રિયાણુંની કુખમાહે ધર્યા અને ત્રિશલાની કૂખેં પુત્રી હતી, તે માહણુકડે દેવાનંદાની કુખેં મૂકી. તેવું કઈવારે થાય નહીં. માટે એ ત્રીજું ગર્ભપાલટન અચ્છેરું જાણવું. ૫ ૩