________________
મલ્લીકુમારીનું માગું.
૪૯ હવે કુંભરાજાને પુત્ર છે. તેણે પિતાની ચિત્રશાલા ચિત્રાવી. તિહાં ચિતારે મલ્લીકુમરીને અંગુઠો દીઠે, તે પ્રમાણે મલ્લીકુમરીને સર્વ અંગનું સ્વરૂપ ચિત્રી કાઢયું. એકદા મલ્લીકુમરીના ભાઈયેં કીડા કરતાં મલ્લીકુમારીનું ૫ ચિત્રાશાલામાં જોયું; તેને રીશ ચઢી તેથી ચિતારાના હાથ કાપીને તેને કાઢી મૂક્યો. તે ચિતારે હસ્તિનાપુરે અદીનશત્રુ રાજાને મલ્યા, તિહાં મલીકુમારીનું ૫, વર્ણન કર્યું. તે સાંભળી તેણે પણ મલ્લીકુમરીની યાચના કરવા કુંભરાજાને દૂત મોકલ્યા. ઈતિ પંચમ દ્વતઃ છે
એક દિવસ ધર્મચર્ચા કરતાં એક પરિવ્રાજકને મલ્લીકુમરીયે જીતી, માનભ્રષ્ટા કરી, તેથી તે રીશાણીથકી કપિલા નગરીયે જઈ જીતશત્રુરાજાના મુખ આગલ મલીકુમરીના રુપનું વર્ણન કર્યું. તેણે પણ મલ્લીકુમરી યાચવાને અર્થે કુંભરાજા ઉપર દૂત મોકલ્યા છે ઈતિ ષષ્ઠ દૂતઃ ૫ ૬ છે
એ રીતે છ દૂત, કુંભરાજા પાસું સમકાલેં આવ્યા. કુંભરાજાયે સર્વ દૂતોને કહ્યું કે હું મહારી કન્યા કેઈને આપવાને નથી; એવી રીતે કહી અપમાન કરી કાઢી મૂક્યા. પછી તે છએ રાજાએ પિત પિતાનું લશકર લેઈને સમકાલે આવી મિથિલા નગરીને વીંટી લીધી. કુંભરાજા પણ બાહિર આવી યુદ્ધ કરવા માંડયું. યુદ્ધ કરતાં હાર્યો અને પાછા નગરીમાં પેઠે તેવારે મલ્લીકુમરીયે છએ રાજાઓને કહેવરાવ્યું કે તમેં મહારા રત્નઘરમાં આવશે. પછી તે એ રાજા આવી છએ બારણામાં જૂદા જૂદા પેઠા મલીકુમારીની મૂર્તિ દેખી વ્યાસેહ પામ્યા. એટલામાં મલ્લીકુમરીયે