________________
મેઘકુમારના પૂર્વ ભવ.
૩૯ ઉંચે લીધે, તે પગને સ્થાનકે નિરાલી ભૂમિકા દેખી એક શશ તાહરા પગ નીચેના ભૂમિર્ચે આવી રહ્યો. પછી પગ નીચો મૂકવા જતાં નીચું શશ દીઠ એટલે તુજને દયા આવી તેથી પગ અધર રાખે. અઢી દિવસેં દાવાનલ ઉપશમે. શશલા પ્રમુખ સર્વ જીવ, પોત પોતાને સ્થાનકે ગયા. તાહાર પગ લેહીયે ભરાણે તે નીચે મૂકતાં પર્વતના કૂટની પેરેં તું હેઠે પડયે. શે વર્ષનું આયુ ભેગવી દયા સહિત મરણ પામી, હે મેઘકુમાર તું રાજકુä ઉપન્યો છે. અકાલે મેઘ વૃષ્ટિને દેહેલે તારી માતાને થયે માટે તારું નામ મેઘકુમાર સ્થાપ્યું છે. જે વખતેં તુઝને હાથી માર્યો, તે દુઃખ આગલ આ સાધુના સંઘથી તું શું દુઃખ ધરે છે ? તે સાધુ તે જગદ્ગદ્ય છે, એમના ચરણની રજ તો પુણ્યવાન જીવને લાગે; માટે સાધુના પગ લાગવાથી દુઃખ ન આણવું. એવાં ભગવાનનાં વચન સાંભલી જાતિસ્મરણ ઉપનું, તેણે કરી પૂર્વલા ભવ દીઠા. પછી પ્રભુને પગે લાગી ચારિત્રને વિષે સ્થિર થઈને એ અભિગ્રહ લીધો કે આજ પછી મહારે બે નેત્ર ટાલીને બીજા શરીરની શુશ્રષા, ગમે તેવું સંકટ પડે તે પણ ન કરવી. પછી એક માસની સંલેષણ કરી શુદ્ધ ચારિત્ર પાલી વિજયનામાં અનુત્તર વિમાનેં ઉપના તિહાંથી ચવી મહાવિદેહમાં ઉપજી મોક્ષ પામશે. માટે ભગવંતને ધર્મ સારથિ કહિયેં.
પ્રથમ વ્યાખ્યાન સમાપ્ત.