________________
૨૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ: હૈય, તથા લલાટ, હૃદય અને મુખ, એ ત્રણ જેનાં વિપુલ હોય, તે રાજા થાય. વલી ગ્રીવા, જંઘા અને પુરૂષ ચિન્હ (લિંગ) એ ત્રણ જેનાં લઘુ હાય-ટુંકા હોય, તે પણ રાજા જાણો. વલી જેનો સ્વર, સત્વ અને નાભિ, એ ત્રણ ગંભીર હોય, તે સર્વ પૃથવીને ધણું થાય. એ બત્રીસ લક્ષણ, ઉત્તમ ભાગ્યવંત પુરૂષનાં જાણવાં.
હવે બલદેવ તથા વાસુદેવને એકસને આઠ લક્ષણ હિય, તથા ચકવતી અને તીર્થકરને છત્ર, ચામર, પતાકા, યૂપ, યવ, ઈત્યાદિક એક હજારને આઠ લક્ષણ હોય. એ અંતરંગ ગુણ છે; એવા સર્વગુણ સહિત પુત્ર થાશે. - વલી માન સહિત પુત્ર થાશે? તેનું પરિમાણ કહે છે. ત્યાં પ્રથમ ભાર માન કહે છે. ષટ શરશે એક યવ થાય, ત્રણ એવું એક ચોંઠી થાય, ત્રણ ચઠીમેં એક વાલ થાય, તેવા શોલ વાલેં એક ગદીયાણું થાય, તેવા દશ ગદીયાણું
એક પલ થાય, તેવા દેડશે પä એક મણ થાય, તેવા - દશ મણે એક ઘડી થાય, તેવી દશ ઘડીયે એક ભાર પ્રમાણ થાય. એવા અદ્ધ ભારૅ તોલાય, તે માનેપેત પુરૂષ કહીયે; તથા જે પોતાને ગુલે માપતાં એકને આઠ અંગુલ ઊંચે હોય, તે માનેપત પુરૂષ જાણો. તે મધ્યે બાર અંગુલ મુખ હોય, અને છનું અંગુલ દેહ હોય, તે માનેપત ઉત્તમ પુરૂષનાં લક્ષણ જાણવા; અને છનું અંગુલ સમપુરૂષનું શરીર હોય, તથા ચોરાશી અંગુલ હીન પુરૂષનું શરીર હાય, એ રીતે બીજા પુરૂષનું દેહમાન જાણવું અને તીર્થકરનું તે એકશે ને વશ અંગુલ શરીર