________________
અમ તપનું માહાસ્ય. જે એશડ છે તે ખવરાવ્યા થકી રેગ હોય તે પણ જાય, અને જે રેગ ન હોય તો પણ શરીરે વીર્ય, બલ, સૌંદર્યની ઘણી તુષ્ટિ, પુષ્ટિ, દીપ્તિ કરે, ઘણું બલ, પરાક્રમ વધારે. ઈત્યાદિક અનેક ગુણ કરે એવું છે. તે સાંભળી રાજા બે જે એ ઔષધ ઘણું સારું છે. એમ કહી તે ત્રીજા વૈદ્યનું ઔષધ આદર્યું. એ રીતેં એ ક૯પસિદ્ધાંત પણ ત્રીજા વૈદ્ય સમાન જાણ; કેમકે એ થકી જે કર્મરૂપ વ્યાધિ હોય, તો તે જાય, નવું કર્મ વધે નહીં. આપદા નિવારે, સુખ સંપત્તિ કરે, ચારિત્રના ગુણની પુષ્ટિ કરે અને વલી મેક્ષનાં સુખ પણ તરત આપે. એ કલ્પસૂત્રને વિષે શ્રીવીર ચરિત્ર છે તે બોજ સમાન છે, અને પાર્ધચરિત્ર તે સંપૂરો છે, શ્રી નેમચરિત્ર તે થડ છે, શ્રી આદિનાથ ચરિત્ર તે શાખા છે, થિવિરાવલી તે ફૂલ છે, કથા છે, તે સુગંધ છે, ફેલ તે મેક્ષ છે. જે સર્વ અક્ષર સાંભલે તે જીવ, આઠ ભાવમાં મેક્ષ જાય.
હવે અઠમ તપ ઉપર નાગકેતુને સંબંધ લખીચે છે, ચંદ્રકાંતા નગરીને વિષે વિજયસેન નામેં રાજા રાજ્ય કરે છે. તે નગરીમાં શ્રીકાંત નામા શેઠ વસે છે, તેની શિખી નામેં ભાર્યા છે. તેને ઘણે ઉપાયે વૃદ્ધ પણે એક પુત્ર આવ્યું. એહવે એકદા સમયને વિષે સર્વ કુટુંબ મલી મહેમાંહે વાત કરે છે કે પર્યુષણ પર્વ આવ્યાં થકાં આપણે અઠમનું તપ કરીશું તે વાત સાંભલી બાલકને જાતિસ્મરણ જ્ઞાન ઉપનું, તેથી પાછલે ભવ દીઠે તેવારે બાલક થકાં પણ મનમાં અઠમનું તપ ધાર્યું, તે દિવસથી સ્તનપાન ન કરે. તે જોઈ માતા પિતા ઘણું દુઃખ ધરવાં લાગાં ઘણું ઔષ