________________
પર્યુષણ પર્વને મહિમા.
૧૫ - હવે એ પર્વને મહિમા કહે છે. (૧) જેમ મંત્રમાંહે પાંચ પરમેષ્ટિ મંત્ર, (૨) જેમ તીર્થમાંહે શ્રી શત્રુંજય તીર્થ, (૩) જેમ દાન માંહે અભયદાન, ૪) જેમ ગુણમાં વિનય ગુણ, (૫) જેમ વ્રતમણે બ્રહ્મચર્યવ્રત, (૬) જેમ સંતેષમાંહે નિયમ, (૭) જેમ તપસ્યામળે ઈદ્રિયદમન, (૮) જેમ દર્શનમાં જેનદર્શન, (૯) જેમ ક્ષીરમાહે ગોક્ષીર, (૧૦) જેમ જલમણે ગંગાનીર, (૧૧) જેમ પટમાં હીર, (૧૨) જેમ વસ્ત્રમાં ચીર, (૧૩) જેમ અલંકારમાં ચૂડામણિ, (૧૪) જેમ - તિષીમાંહેનિશામણિ, (૧૫) જેમ તુરગમાંહે પંચવશ્વકિર,(૧૬) જેમનૃત્યકલાવંત માંહે મોર, (૧૭)જેમ ગજમાંહે અરાવત, (૧૮) જેમ દૈત્યમાંહે અહિરાવણ, (૧૯) જેમ વનમાંહે નંદનવન, (૨૦) જેમ કાષ્ટ્રમાં ચંદન, (૨૧) જેમ તેજવંતમાંહે આદિત્ય, (૨૨) જેમ સાહસિકમાંહે વિક્રમાદિત્ય, (૨૩) જેમ ન્યાયતંતમાંહે શ્રીરામ, (૨૪) જેમ રુપર્વતમાહે કામ, (૨૫) જેમ સતી માંહે સીતા, (૨૬) જેમ શાસ્ત્રમાંહે ગીતા, (૨૭) જેમ વાછત્ર માંહે ભંભા, (૨૮) જેમ સ્ત્રીમાંહે રંભા, (૨૯) જેમ સુગંધમાંહે કસ્તૂરી, (૩૦) જેમ વસ્તુમાંહે તેજ, (૩૧) જેમ પુણ્યશ્લેક માહે રાજા નળ, (૩૨) જેમ ફૂલમાંહે સહસ્ત્રદલ કમળ, (૩૩) જેમ ધનુર્ધરમાંહે અજુન, (૩૪) જેમ ઈદ્રિયમાંહે નયન, (૩૫) જેમ ધાતુમાંહે સુવર્ણ, (૩૬) જેમ દાતારમાંહે કર્ણ, (૩૭) જેમ ગાયમાંહે કામધેનુ ગાય, (૩૮) જેમ સ્નેહમાંહે વૃત, (૩૯) જેમ જલમાંહે અમૃત, (૪૦) જેમ જ્ઞાનમાહે કેવલજ્ઞાન, (૪૧) જેમ સુખમાંહે મોક્ષનાં સુખ, તેમ સર્વ પર્વમાંહે પર્યુષણ પર્વ મોહો જાણવું. ભાદ્રવા શુદ્ધ પંચમી શ્રીજીન શાસનને વિષે માનનીય છે. તેમજ પરશાસનને વિષે