________________
૧૪:
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ ઈિમ જીવ ન હોય, ત્રીજે જ્યાં સ્પંડિત ભૂમિનાં સ્થાનક,
ખાં નિરાબાધપણે હેય, એથે જ્યાં સાધુ પતું રહે, તિહાં સ્ત્રી, પશુ પંડકાદિક ન હોય, પાંચમે જે ક્ષેત્રે દહીં દૂધ ઘણું મલતું હોય, છો જે ગામમાં સર્જન કુટુંબાદિક બહુ શ્રાવક અતિભદ્રક હોય, સાતમે જ્યાં વૈદ્ય ભદ્રક હોય, આઠમે જ્યાં સાધુને ઔષધાદિક સુલભ મળી શકે, નવમે
જ્યાં શ્રાવકેના ઘરમાં ઘણું ધન, ધાન્ય હોય, કોઈ પ્રકારની ચિંતા ન હોય, દશમે જ્યાં રાજા અતિભદ્રક હોય, યતિની ભક્તિ ઘણું કરે, અગીઆરમે જ્યાં બ્રાહ્મણ, તાપસ, ભૂઆ, ભરડા, સાધુનું અપમાન ન કરે, બારમે જે ક્ષેત્રમાં ભિક્ષા સુલભ મલે. તેરમે જ્યાં સઝાય સુખે થાય. એ તેર ગુણ -ઉત્કૃષ્ટપણે જેવા; પરંતુ જે કદાપિ એટલા પેગ ન મલે, તેપણ ચાર ગુણ તે અવશ્ય જેવા, તે કહે છે. એક તો વિહાર ભૂમિ મહેટી હોય એટલે ઉપાશરે મહટે હાય, બીજે સ્થંડિલ ભૂમિ શુદ્ધ હોય, ત્રીજે ભિક્ષા સુલભ મલતી હોય, એથે સક્ઝાય સુખં થાય, એ ચાર ગુણ જોઈને રહેવું. હવે હમણાં જ્યાં સાધુ ચોમાસું રહે, તિહાં પર્યુષણ પર્વ આવે થકે માંગલિકને નિમિત્તે આ કલ્પસૂત્ર અવશ્ય વાંચે, તેથી સંઘની આજ્ઞાથકી અહીં પણ વંચાય છે, એ દશ કલ્પ કહ્યા. તે પહેલા તથા છેહેલા તીર્થકરના યતિને નિશ્ચય કરી કહ્યા છે, અને બાવીશ જિનને વારેં તો એક અલક ક૫, બીજે ઉદ્દેશિક ક૯૫, ત્રીજે પ્રતિક્રમણ કલ્પ,
થો રાજપિંડ કપ, પાંચમે માસ કલ્પ, છઠો પર્યુષણ કલ્પ, એ છ કલ્પને નિશ્ચય નહીં, બાકી શય્યાતર, ચેાથું વ્રત, જ્યેષ્ઠ ક૫ અને વાંદણ, એ ચાર કલ૫ નિશ્ચય હોય છે.