________________
૧૩
દશ પ્રકારને યતિ ધર્મ. બાવીશ જિનને વારે દિવસ અને રાઈ, એ બે પડિક્કમણુંજ કરતા, અને પહેલા તથા છેહેલા જિનને વારેં તો દૈસિકાદિક પાંચ પડિક્કમણું કરે. ૮
૯ હવે નવમે માસ ક૯પ કહે છે. બાવીશ તીર્થકરના વારાના સાધુ રુજુ અને પંડિત માટે તેને માસ કલ્પ કરવાને નિયમ નહીં. જે લાભ જાણે, તે એક ક્ષેત્રમાં ઘણા કાલ પર્યત પણ રહે અને પહેલા તથા છેહેલા તીર્થકરના સાધુ તે એક માસ પર્યંત રહે, ઉપરાંત રહે નહીં. માત્ર માસામાં ચાર માસ પર્યત રહે, કેમકે વધારે રહેવાથી ગૃહસ્થ સાથે પ્રતિબંધ થાય, હલકાપણું પામે, લેકને ઉપગાર કરી ન શકે, દેશ વિદેશનું જ્ઞાન ન થાય, જ્ઞાનનું આરાધન ન થાય, માટે કદાચિત્ દૌભિક્ષાદિકને કારણે રહેવું પડે તે પણ વસતિ પાલટણ કરે, પાડે પલટાવે, ઘર પલટાવે, સંથારાની ભૂમિ પલટાવે, એમ ભાવથી માસ ક૯પ કરે. ૯
૧૦ હવે દશમે પર્યુષણ કલ્પ કહે છે. પર્યુષણ પર્વ આવે, તેવારે ત્રણ ઉપવાસ કરે તથા લોચ કરાવે, તથા કલ્પસૂત્ર વાંચે. પ્રથમ તો કઈ પણ સાધુ, ગૃહસ્થને કલ્પસૂત્ર સંભલાવતા ન હતા; માત્ર ભાદ્રવા શુદિ પંચમીના દિવસે એક સાધુ, મુર્ખ બેલતાં અને બીજા સાધુ સાંભલતા હતા. “કમ્પસન્મ પાવતિય કાઉસગ્ગ કરેમિ ” એમ કાઉસ્સગ્ગ કરતા, આગલ એવી રીતની સ્થિતિ હતી, સમાચારીને વિધિ હત; અને હવે તે સાધુ જ્યાં ચોમાસું રહે, ત્યાં ઉત્કૃષ્ટા તેર ગુણ જોઈને રહે, તે તેર ગુણ કહે છે. એક તે જે ગામમાં કાદવ ઘણે ન હોય, બીજે ઘણા સમૂર