________________
:
-
૧૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ ૬ હવે છો વ્રત કર્યું કહે છે. બાવીશ તીર્થકરના વારાના સાધુ તથા સાધવીને ચાર મહાવ્રત રૂપ ધર્મ કહ્યો છે, જે ભણે તે ચોથું વ્રત અને પાંચમું વ્રત એ બેને એકજ વ્રત કરી માને છે. એટલે સ્ત્રીને પરિગ્રહ ગણીને પરિગ્રહ સાથુંજ લીયે છે, કારણ કે જિહાં સ્ત્રી તિહાં પરિગ્રહ અને જિહાં પરિગ્રહ તિહાં સ્ત્રી હોય છે. માટે બાવીશ તીર્થકરના સાધુને ચાર મહાવ્રત જાણવાં, અને પ્રથમ તથા ચરમ તીર્થકરના સાધુ સાધવીને સ્ત્રી જુદી અને પરિગ્રહ પણ જુદ, માટે પાંચ મહાવ્રત જાણવાં, તથા પહેલા અને છેહેલા તીર્થકરના સાધુને છઠું રાત્રિભેજનવ્રત મૂલ ગુણમાં છે, અને બાવીશ જિનના સાધુને રાત્રિભેજનવ્રત ઉત્તર ગુણમાં છે. એ છઠે વ્રત કલ્પ. ૬
૭ હવે સાતમે જ્યક કલ્પ કહે છે. પહેલા અને છેહેલા તીર્થકરના વારામાં ઉઠામણુ (વડી દીક્ષા)ના દિવસથી ન્હાના મોટાપણું ગણાય છે, અને બાવીશ તીર્થકરના વારામાં દીક્ષાના દિવસથી ન્હાના મોટાપણું ગણાય છે. માટે અહીં પિતા પુત્ર, રાજા પ્રધાન, મા દિકરી, એ સર્વ સાથે દીક્ષા લીયે તો લોક રીતે પિતા મહેરો અને પુત્ર ન્હાને, એ રીતે ન્હાના મહટાપણું ગણાય છે. ૭
૮. હવે આઠમે પ્રતિક્રમણ કપ કહે છે. બાવીશ તીર્થકરના સાધુ જે વારે પિતાને પાપ લાગતું જાણે, તેવારે પડિક્કમણું કરે, અન્યથા ન કરે; અને પહેલા તીર્થકરના સાધુ તથા છેહેલા તીર્થકરના સાધુને તે પાપ લાગે, અથવા ન લાગે, તે પણ પ્રતિદિવસ નિરંતર પડિકકમાણું કરે; તે પણ