________________
ભરતને કેવળ અને મુકિત
૩૦૧ અધિક જે શ્રાવક હોય તેને જમાડ. તેવાર પછી કાંકણી રન્ને ત્રણ ત્રણ જનાઈની પર્વે રેખા કરી નિત્યે શ્રાવકોને જમાડે. એ ભરતની રાજ્યસ્થિતિ જાણવી. એક દિવસેં ભરતે ઈદ્રને કહ્યું. તમે તમારૂં મૂલ સરૂપ મુજને બતાવે. ઈ ભરતને મૂલરૂપ દેખાડયું. તે જોઈ ભરત ચમત્કાર પામે.
હવે એક દિવસે ભગવંત વિહાર કરતાં વિનિતાર્યો આવ્યા. ભરત વાંદવા આવ્યું. પ્રભુ દેશના આપી સંસારનું અનિત્યપણું દેખાડયું. જીવ, કર્મને ભારે કરી તુંબડાને દષ્ટાંતે સંસારમાં બૂડે છે, જેમ તુંબડાને માટી ચોપડી પાણીમાં મૂકીએં તો હેઠું બેસે, તેમ આઠ કર્મ કરી જીવ ભારી થયે થકે હેઠો બેસે છે. એમ ભગવાનની વાણી સાંભલી ભરત મનમાં વૈરાગ પાયે, જ્ઞાનદશામાં લય લીન થયે. તિહાં ભરતના સાતશે પિતરે દીક્ષા લીધી.
એમ અનુક્રમેં એકદા ભરત આરીશા ભવનમાં બેઠાં થકાં અનિત્ય ભાવના ભાવતાં કેવલ જ્ઞાન પામી, મોક્ષે પહેલા છે. પછી તેમને પાટે આદિત્યજશા રાજા તેણે સેનાની જનઈ કરી, એમજ શ્રાવક જમાડયા. તેને માટે મહાયશા રાજા તેણે રૂપાની જનેઈ કરી જમાડ્યા. એમ આઠ પાટ લગે શ્રાવક જમાડયા છે. તેમાં કેટલેક રાજાયે સૂત્રની જનઈ . કરી જમાડયા છે, પછી તે બ્રાહ્મણ થયા. ભરતને પાટે આદિત્યયશા, મહાયશા, અભિબલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય, જલવીર્ય, દંભવીયે, એ આઠે ભગવંતને મુકુટ પહેર્યો અને. એ આઠે આરીસા ભુવનમાં કેવલી થઈ માઁ ગયા છે ૧૮.