________________
૩૦૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ:
ગયું. તેવારેં ભગવંતેં બ્રાહ્મી અને સુંદરી, એ બે સાધ્વીને બાહુબલને પ્રતિબંધ દેવા સારૂ મોકલી. તે વનમાં આવીને બાહુબલ પ્રત્યે કહેવા લાગી કે, અહો ભાઈ ! ગજથકી ઉતરે. માનરૂપ ગજું ચઢયાં થકાં કેવલ જ્ઞાન ન ઉપજે. ઉત્યાદિક ઉપદેશ સાંભલી માન મૂકીને બાહુબલે અઠ્ઠાણું ભાઈઓને વાંદવા નિમિત્તે પગ ઉપાડે. તે વખતજ કેવલજ્ઞાન પામ્યા. લોકાલોકના જાણ થયા, પછી પ્રભુ પાસે સમેસરણને વિષે કેવલીની પર્ષદામાં જઈ બેઠા. આયુષ્ય પ્રમાણ કેવલપર્યાય પાલી મુક્તિ પામ્યા છે. ભરત પણ બાહબલના પુત્રને રાજ્ય આપી સન્મનાવી ફરી અયોધ્યાયે આ.
હવે એકદા શ્રીઅષ્ટાપદ પર્વતેં ભગવાન સમેસર્યા. તિહાં ભરત મહારાજ ભક્તિને અર્થે પાંચશે ગાડાં સુખડી લઈ આવ્યું. તેવારે ભગવંતે કહ્યું, એ રાજપિંડ, આધામિ દોર્ષે દૂષિત, માટે સાધુને લે ન કપે. તેવારે ભરતને અશાતા ઉપની. ઇદ્ર ભગવંતને પૂછયું કે, હે સ્વામી! અવગ્રહ કેટલા છે? ભગવાને કહ્યું કે, એક દેવેંદ્રને, બીજે રાજાને, ત્રીજે ગૃહસ્થને, એથે સાગારિને, પાંચમું સાધર્મિકને, એ પાંચના અવગ્રહ સાધુ ધર્મિને વિષે છે, એટલાને ધર્મને દશાંશ આવે. તેમાં ઈદ્ર તે દેવતાને ઇદ્ર, રાજા તે ભરતાદિ જાણવા. ગૃહ પતિ એટલે દેશમંડલને નાયક, સાગારી એટલે ઉપાસરાના દેનાર સાગારિ સઘાતરી તે શ્રાવક જાણવા. અને સાધર્મિક તે સાધુ એક સરખા ધર્મવાલે ધમીં જાણો એવું સાંભલી ભરત હર્ષ પામ્યો. પછી ભરતેં ઈદ્રને પૂછયુ જે, આ આહાર હું શું કરું? તેવારે ઈ કહ્યું, તાહારાથી