________________
–
૨૮૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
એકમની સેવા કરતાં દેખીને કહ્યું કે, હે નમિ, વિનમિ ! એ પ્રભુ તે નિસ્પૃહી છે. પણ તમને એકમના સેવા કરતાં દેખીને હું સંતુષ્ટ થયે છું. મડાટાના ચરણની સેવા કેવારેં નિષ્ફલ ન થાય, તેમાટે તમેં માગો તે હું આપું. પરંતુ નમિ વિનમિયે કાંઈ માગ્યું નહીં. તેવારે ધરણે દ્ર ભગવંતના શરીર અદષ્ટિ અદષ્ટિ અડતાલીશ હજાર વિદ્યા આપી, તથા ગૌરી, ગાંધારી, રોહિણી, પ્રજ્ઞપ્તિ પ્રમુખ શોલ મહાવિદ્યા દીધી, અને કહ્યું કે જનને આંતરે પ્રભુનું ચિત્ય તથા ચરમ શરીરી પ્રતિમા તથા સાધુને વાંદ્યા વિના જાશો તથા પરસ્ત્રીની શીલખંડના કરશો, તે એ વિદ્યા નિપ્પલ થશે. તે વિદ્યાને મેનાક પર્વતે સાધીને બન્ને જણ વિદ્યાધરની ઋદ્ધિ પામ્યા. પછી પિતાને સર્વ સ્વજન વર્ગ લઈ વૈતાઢય પર્વત ઉપરેં દક્ષિણ દિશે રથનુપુર પ્રમુખ પચ્ચાશ નગરવાસી અને ઉત્તરદિસે ગગનવલ્લભપુર પ્રમુખ પાઠ નગર વાસીને શોલ જાતિ વિદ્યાધરની થાપી. દક્ષિણ એણિને રાજા, નમિ અને ઉત્તર શ્રેણિનો રાજા વિનમિ થયે. તિહાં અત્યભુત રાજઋદ્ધિ જોગવતા વિચરે છે.
હવે ભગવાન પૂર્વકૃત અંતરાયથકી એક વર્ષ પર્યત શુદ્ધ ભિક્ષા ન પામતા હવા. જીહાં ગોચરિયે જાય, તિહાં પૂર્વ રીતે વસ્ત્ર, આભરણ, કન્યા, મણિ, માણિક, મુક્તાફલ, ગજ, તરંગ, રથ, વાહન, ધનભૂત સ્વર્ણ સ્થાલ પ્રમુખ ઉચિત દાન લેક આપે, પણ અન કેઈ આપે નહીં. એકદા ભગવંત કુરૂદે હસ્તિનાગપુરે પધાર્યા. તેવારેં તિહાં બાહુબલીનો પુત્ર સોમપ્રભ રાજા રાજ્ય કરે છે. તેને પુત્ર શ્રેયાંસકુમર