________________
ને ઉપાય ભૂખ ઉપાય છે અને
એક વર્ષ પતિ અણાહારી.
૨૮૭ દાનાદિ વિધિને વિષે સર્વ લેક મૂઢ છે. ભિક્ષાનો વ્યવહાર કઈ જાણતા નથી, અને ભિક્ષા કઈ માગતો પણ નથી. તેણે કરી જીહાં જાય તિહાં કઈ અન્ન આપે નહીં. તેથી ચાર હજાર સાધુ ભૂખ તૃષાયે પડયા થકા પ્રભુને આહારને ઉપાય પૂછવા લાગા, પણ ભગવંત બોલ્યા નહીં. તેવાડૅ કચ્છ, મહાચ્છને પૂછ્યું તે પણ બોલ્યા કે અમે પણ કાંઈ નથી જાણતા. પછી સહુયેં વિચાર્યું જે, પૂર્વે ભગવંતને પણ ન પૂછયું. વલી હવે પાછું ઘરે પણ જાવું ઘટે નહીં, અને આહાર વિના પણ રહ્યું જાય નહીં, તેમાટે હવે આપણને વનવાસ ભલે છે ? એમ વિચારી ગંગાતટે પત્ર ફલાદિકના આહાર કરે, વૃક્ષની છાલ પહેરે. એ રીતે તે ઋષભદેવનું ધ્યાન કરતાં જટિલ તાપસ થયા છે ૧૫
હવે ભગવંતે દીક્ષા લીધી, તેવારે સર્વ પુત્રને રાજ્ય વેંચી આપ્યાં હતાં. પણ કછ મહાકચછના પુત્ર નમિ વિનમિને પ્રભુજીયે પાલિત પુત્ર કરી થાળ્યા હતા, તે તે વખતેં દેશાંતર ગયા હતા. જેવારે ફરી આવ્યા, તેવારે ભારતે તેમને રાજ્યભાગ દેવા માંડે, પણ તેઓએં લીધે નહીં. પછી જીહાં ભગવંત કાઉસ્સગ્ગ રહ્યા છે, તિહાં બહુ જણ આવીને પ્રભુના ચરણકમલની સેવા કરી વિનતિ કરી કે, હે ભગવન્! તમેં સર્વને રાજ્ય દીધાં માટે અમને પણ રાજ્ય આપે. એમ સેવા, ભક્તિ, વિનતિ કરતા પ્રભુ સાથે વિચકરવા લાગી. પ્રભુ જ્યાં પગ માંડે તિહાં એ કાંટા કાંકરાદિકનો ઉદ્ધાર કરે, માંસ મથકાદિક ઉડાડે, ત્રિકાલ ખડગ ધરે. એકદા ધરણે પ્રભુને વાંદવા આવ્યું, તેણે તે બેહુને